________________
જીવનમાં પાપ કરવાની વૃત્તિ મળી પડે છે, અર્થાત પાપરસિક્તા મંદ પડી જાય છે એટલે શ્વાસેચ્છવાસ લેતાં-સૂતાં જે કર્મો વડે આત્મા બંધાય છે, તે કર્મો પ્રાયઃ પૃષ્ટિ અને બદ્ધ પ્રકારનાં હોય છે, નિધત્ત અને નિકાચિત પ્રકારનાં નથી હોતાં. - એટલે જે આત્માને કંઈક પણ આત્મહિત ચિંતા હોય છે, તેને પ્રતિક્રમણ ખરેખર પ્યારું લાગે છે, પાપ ખરેખર નઠારું લાગે છે.
પ્રતિક્રમણનું ઉપકારક જે મૂલ્ય જ્ઞાની ભગવંતેએ આંકયું છે, તેનું યથાર્થ બહુમાન કરવા માટે પ્રતિક્રમણ નિત્ય કરવું જોઈએ. કદાચ ન થઈ શકે તે ભારોભાર પસ્તા થા જોઈએ, પ્રતિક્રમણ જેઓ કરતા હોય, તેમની હાર્દિક અનુમોદના કરવી જોઈએ, પણ તેની લવલેશ ઉપેક્ષા તે ન જ કરવી જોઈએ.
પ્રતિકમણની ઉપેક્ષા એટલે પાપને આત્માના ઘરમાં પ્રવેશ કરવા દેવાની અનુમતિ.
આ પાંચમાં આરામાં આ ક્ષેત્રમાં વસતા સર્વ જિનાનુયાયીઓને પ્રતિક્રમણ કરવાની આવશ્યક્તા વિષે જરા પણ સંદેહ રહેશે તો તેમના આત્માને અવશ્ય અધિક ભવભ્રમણ કરવું પડશે.
પ્રતિક્રમણ કરવાથી, કરેલું પાપ સદંતર નાબૂદ થઈ જાય ખરું? , કર્મક્ષયના પ્રણિધાનપૂર્વક, વિધિપૂર્વક કરાતા પ્રતિકમણથી કરેલાં પાપ પાતળાં પડીને કાળક્રમે સદંતર નાશ પામે છે.
કર્મો જડ છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org