________________
પુદ્ગલ તેમજ પૌગલિક અને ભાવ આપવાના ભયંકર પાપથી પાછા ફરીને અનંત જ્ઞાન-દર્શન-ચારિત્રમય આત્માને યથાર્થ ભાવ આપે તે પ્રતિકમણનો ભાવાર્થ છે.
પ્રતિકમણ અને તેની ઉપકારક મહત્તા..
પાપનાં મુખ્ય ઘર (સ્થાન) અઢાર છે. તેને આપણે અઢાર પાપસ્થાનક' કહીએ છીએ. આ પાપ કરવા, કરાવવા તેમજ અનુદનાથી નિષ્પાપ આત્મા દૂષિત થાય છે.
ગૃહસ્થ જીવનમાં આમાનું કઈ પણ પાપ જાણતાંઅજાણતાં થઈ જાય છે. સાધુપણુમાં પણ સર્વ પાપથી સર્વથા નિલેપ રહેવાનું કામ અત્યંત અઘરૂં છે.
એટલે ગૃહસ્થ તેમજ સાધુ ભગવંતો સવાર-સાંજના પ્રતિક્રમણમાં આ પાપની ત્રિવિધે આલોચના કરે છે. પ્રાણતિપાત, મૃષાવાદ, અદત્તાદાન આદિ અઢાર પાપ પૈકી કઈ પણ પાપ મારા જીવે જાણતા-અજાણતાં કર્યું હોય, તે સવિ મિચ્છામિ દુક્કડું, બેલીને નિષ્પાપ જીવનની સરાહના કરે છે.
ધનને અથી માણસ, એક પાઈનું નુકસાન પણ સાંખી શકતે નથી તેમ ધર્મને અથી માણસ જરા જેટલું પણ પાપ થઈ જાય છે તે બેબાકળ બની જાય છે. ચોધાર આંસુએ રડવા માંડે છે એમ કે મેં આ તે શે ગજબ કર્યો? લાખનું નુકસાન થયું હોત તો સાંખી લેત, પણ મેં તે એ અપરાધ કર્યો છે કે જે ન કરવાની સ્પષ્ટ આજ્ઞા પરમતારક શ્રી તીર્થંકર પરમાત્માએ ફરમાવેલી છે.
એટલે પાપભારે બેવડ વળેલે તે રડતા-રડતે સુદેવ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org