________________
૧૩૮ સાચું ધ્યાન છે, સાચે કાત્સર્ગ છે.
જેમ દૂધમાંથી દહીં, દહીંમાંથી માખણ, માખણમાંથી ઘી. તેમ શ્રદ્ધામાંથી મેધા, મેધામાંથી ધીરજ, ધીરજમાંથી ધારણા, ધારણામાંથી અનુપ્રેક્ષા અને તેમાંથી પ્રગટતી વિશુદ્ધ પરિણામની ધારા એ ઘી છે.
વૃત (ઘી) ને આયુષ્ય કહે છે. તે જ રીતે ઉક્ત ઘી આત્માનું આયુષ્ય છે. ચંકશે નહિ સ્પષ્ટતા કરૂં છું અને તે એ કે-કાયેત્સર્ગથી પરાકાષ્ઠારૂપ આ ઘી આત્માને જન્મમરણના ચકકરમાંથી છેડાવીને અમર-સિદ્ધપદે સ્થાપે છે. એટલે તેને આત્માનું આયુષ્ય કહ્યું છે. દેહનું આયુષ્ય મર્યાદિત છે. જ્યારે આ આયુષ્ય અક્ષર છે.
સૂક્ષ્મ બુદ્ધિથી વિચારવાથી આ વિધાન હૃદયગત થશે.
નહિ મરવાના આત્માના સ્વભાવને પરાભક્તિરૂપી આ ઘી પરમપદનું પરમ સૌભાગ્યવંતુ અક્ષય આયુષ્ય પ્રદાન કરે છે, જેને કાળ પણ કાંઈ કરી શકતું નથી.
૮૦–૧૦૦ વર્ષના આયુષ્ય પછી પણ મેટા ભાગના માનવ-પ્રાણીઓને મરવાની વાત સાંભળતાં પણ ભારે દુઃખ થાય છે, મતલબ કે બધા જીવોને અમરત્વ ગમે છે. એ અમરત્વ આ સૂત્રમાંના શ્રદ્ધા આદિ શબ્દના અર્કરૂપ કાર્યોત્સર્ગ દ્વારા આત્મા કાળક્રમે પામી શકે છે.
પ્રશ્ન ૧૩:-પ્રતિક્રમણમાં તપ, ત્યાગ, ગ, ભક્તિ વગેરે સમાયેલાં છે, તે કેવી રીતે? . જવાબ ૧૩ –પ્રતિક્રમણ કરનારને સવારના (રાઈ) પ્રતિક્રમણમાં નવકારશીનું પચ્ચક્ખાણ અને સાંજના (દેવસિય)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org