________________
ભૂંડા સંસારથી તારીને રૂડા મેક્ષના અધિકારી બનાવે છે. તેમાં કોઈ શક નથી.
પ્રતિક્રમણની સમગ્ર પ્રક્રિયા ઉત્તમ કોટિના આધ્યાત્મિક વ્યાયામરૂપ છે.
પ્રતિક્રમણ કરવા છતાં પાપનો પ્રતિકાર કરવાની આત્મશક્તિ પ્રગટ ન થાય તો તેમાં દોષ પ્રતિક્રમણનો નહિ પણ પ્રતિક્રમણ કરનારા આત્માનો માનવા.
રાગના સચોટ નિદાન પછી કુશળ વૈદની દવા લેવાથી પણ રાગ ન ઘટે તો દર્દીએ જાતે તેનાં કારણેાની ઊંડી તપાસ કરવાની હોય છે તેમ પ્રતિક્રમણ કરવા છતાં પાપ કરવાની વૃત્તિ મેાળી ન પડતી હોય, તે પ્રતિક્રમણ કરનારા આત્માએ જાતે પેાતાની નિત્યની કરણી તેમજ વિચારસરણીની તટસ્થપણે ચકાસણી કરવી જોઈ એ. પણ કોઇપણ સર્ચંગમાં પ્રતિક્રમણને વગેાવવાના જમાનાવાદી વલણને આધીન ન થવું જોઈ એ.
અત્યારે આ દેશમાં જે પવન વાઈ રહ્યો છે તે મહત્ અંશે અશાસ્ત્રીય જીવનપ્રવાહની પુષ્ટિ કરનારી છે. શ્રી જિનેશ્વર પરમાત્માએ પ્રકાશેલા ધની અવહેલના કરનારા છે. તેનાથી બચવા માટે આપણે સ્વ-પર હિતકર શાસ્ત્રીય પર'પરાને ખરાખર વક્ાદાર રહેવું જ પડશે.
પ્રતિક્રમણના રચયિતા કોણ ?
પ્રતિક્રમણને અર્થથી સ્વયં શ્રી તીર્થંકર પરમાત્માએ પ્રકાશ્યું છે અને સૂત્રરૂપે પ. પૂ. શ્રી ગણધર ભગવતે એ ગૂંચ્યું છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org