________________
૧૦૯ સુસાધુ માટે ચોથું મહાવ્રત આવશ્યક છે એમ ન કહેવાય, પણ અનિવાર્ય છે એમ જ કહેવું પડે. તો જ તે મહાવ્રતની ત્રિભુવન ક્ષેમંકર ક્ષમતાનું યથાર્થ બહુમાન તેમજ પ્રતિપાદન થાય.
આજે આપણે ત્યાં કૃતજ્ઞભાવની ઠીક-ઠીક મંદતા પ્રવર્તે છે. એટલે જ થતી ધર્મારાધનાનાં શાસ્ત્રોક્ત સુપરિણામ ઓછાં જણાય છે.
શાસ્ત્રો ફરમાવે છે કે ત્રણ જગતના સર્વ જીવોના ઉપકારોને અનંતગુણ કરવાથી જે સરવાળે આવે, તેના કરતાં અનંતગુણ ઉપકારે શ્રી અરિહંત પરમાત્માના છે.
એટલે તેઓશ્રીન આ ઉપકારોને માથે ચઢાવીને કરાતું નવકારસીનું પચ્ચકખાણ પણ શાસ્ત્રોક્ત સુફળદાયી નીવડે છે.
પણ મેં આજે નવકારસી કરી એવો અહંભાવ નવકારસી કરનાર રાખે છે તે, દેવાધિદેવની અનંત કરૂણાજન્ય આજ્ઞાનું ઉલ્લંઘન થાય છે. એટલે તેનું શાસ્ત્રોક્ત સુફળ ઓછું બેસે છે.
હે આત્મીય આરાધક બંધુઓ ! આપણું પ્રત્યેક શ્વાસના સ્વામી પણ શ્રી અરિહંત પરમાત્મા છે. એ મહાસત્યને રૂંવાડે રૂંવાડે પ્રતિષ્ઠિત કરવામાં આડે આવતા અને આપણે માથેથી ઉતારીને પગની પાનીએ પટકીશું ત્યારે જ આપની પ્રત્યેક ધર્મકિયા અમૃતક્રિયા–સ્વરૂપ બની રહેશે.
ત્યારબાદ ચઉક્કસાય દ્વારા ત્રણ ભુવનના સ્વામી શ્રી પાર્શ્વનાથ પરમાત્માની અનુપમ ભક્તિ કરવામાં આવે છે.
આ આખા સૂત્રની રચના એટલી અદ્ભુત છે કે તેને માત્ર સ્વાધ્યાય કરવાથી પણ ચારે કષાયનાં ગાત્રોને સાવ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org