________________
રહેલું છે. ભવ-રાગનાશક રસાયણ વડે આ સૂત્રના શબ્દો રસાયેલા છે.
કરેમિ ભંતે'નો વિસ્તાર, તે છે આવશ્યક છે.
દ્રવ્યાનુયેગ, ગણિતાનુયોગ, ચરણુકરણનુયોગ અને ધર્મકથાનુગ એ ચારેય વેગ આ સૂત્રની અંદર ભારોભાર રહેલા છે.
જીવમાં પ્રચ્છન્નપણે રહેલા શિવત્વને પ્રગટ કરવાની ક્ષમતાવાળા આ સૂત્રનો પ્રભાવ શબ્દાતીત છે.
પંચ મહાવ્રતના ઉચ્ચારણમાં “કરેમિ ભંતે' સૂત્ર મુખ્ય છે. દીક્ષા લેતી વખતે સાધુઓને પંચ મહાવ્રત ન ઉશ્ચરાવતાં. કરેમિ ભંતે સામાઈયં સવૅ સાવજ જેગ પચ્ચકખામિ.” એ સૂત્ર ઉચ્ચરાવીને દીક્ષા અપાય છે. અને વડી દીક્ષામાં પંચ મહાવ્રત ઉશ્ચરાવવામાં આવે છે.
- આત્માને સર્વ સાવદ્ય યોગથી સર્વથા મુક્ત કરવાને દઢ સંક૯પ પુનઃ પુનઃ દેહરાવવાના સતત અભ્યાસપૂર્વક જે આપણે સામાયિક આરાધતા રહીશું તો, આ સૂત્રના ઉત્કૃષ્ટ ભાવ સાથે અભેદતા કેળવીને પરમપદને પામવામાં ભાગ્યશાળી નીવડીશું.
સામાયિક દંડક દંડક એટલે મહાસૂત્ર.
સામાયિક દંડક ઉચ્ચર્યા પછી “બેસણે સંદિસાહું” બેસણે ઠાઉં” “સક્ઝાય સંદિસાહું” “સઝાય કરૂં” એ આદેશ છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org