________________
પ્રસ્તાવના
વિ. સં. ૧૯૮૦માં જેજે લોકોએ જૈનધર્મશાસ્ત્રોનાં મંતવ્યો સંબંધી વિચારો દર્શાવ્યા હતા, તેઓનાવિચારોની અસરથી અન્ય જૈનો મુક્ત રહે એવા ઉદ્દેશથી જૈન ધાર્મિક શંકા-સમાધાન ગ્રંથ, પેથાપુરમાં તેજ ચોમાસામાં શ્રાવણ માસમાં લખી પૂર્ણ ર્યો. આ ગ્રંથમાં જે કંઇ ઉત્તર તરીકે લખ્યું છે તે જૈન શાસ્ત્રોના આધારે લખતાં છતાં છદ્મસ્થદશાથીઅનુપયોગેજિનાજ્ઞા વિરુદ્ધ જે કંઇ લખાયું હોય તેની સંઘ સમક્ષમાફી માંગુંછુંઅનેતેનેસુધારવા જૈન ગીતાર્થોનેવિનયપૂર્વકપ્રાર્થના કરૂછું.હાલમાંઅનેક ધર્મોમાં સંક્રાન્તિયુગ પ્રવર્તે છે. દેશ સમાજ વગેરેમાં આચારો - વિચારો સંબંધી સંક્રાન્તિયુગ ચાલે છે. અસ્થિર પ્રજ્ઞાવાળા તથા અલ્પજ્ઞમનુષ્યોનેગીતાર્થશાનીઓના સમાગમનાઅભાવેતેમજજૈનશાસ્ત્રોનાઅભ્યાસના અભાવેઅનેક જાતની શંકાઓ પડે એમાં આશ્ચર્ય નથી. તેથી તેવા ઓને ગ્રંન્થરૂપે પ્રત્યુત્તર આપતાં અન્ય જૈનો કે સત્યાગ્રહીઓછેતેઓનેઆવાગ્રંથોથીસમક્તિનીનિર્મલતારહેએવું જાણીને મેં મારી ફરજબજાવીછેઅનેપ્રતિપક્ષીવિચારવાળાઓનેતેનરુચેઅનેમારીનિંદાકરેતોપણ મનેતેઓપ૨સમભાવ, ભાવદયા હોવાથી કર્મની નિર્જરાપૂર્વકઆત્મશુદ્ધિથવાનીછે અને ભવિષ્યમાં પણ બને ત્યાંસુધી પુનઃશંકાઓના જવાબ તરીકે જૈનધર્મજૈનસંધની નિષ્કામ ભાવેસેવા કરવાનીનિષ્કામપ્રવૃત્તિચાલુ રહેવાની જ. આવાસંક્રાન્તિયુગમાં માીફરજમારે બજાવવી જોઈએતેમાં પ્રતિપક્ષીનિંદકો તરફથી ઉપસર્ગ થાય તો પણ મારે તેઓની નિંદા કર્યા વિના, તેઓનું બુરૂ કરવાની વિચાર પ્રવૃત્તિ વિના મારૂં કાર્ય કરવું જ રહ્યું. પ્રતિપક્ષીનિંદકો પર મને ભાવદયા અને સમભાવ વર્તે છે, જેથી આવા કાર્યોથી આત્માની શુદ્ધિથાયછે. પેથાપુરમાં જૈનસંઘેચોમાસામાં ગુરૂભક્તિસારી કરી હતી. શા. શાંતિલાલ પાનાચંદ તથા શા. રમણિકલાલ ડાહ્યાભાઈએ પ્રુફ શોધવામાં સહાય કરી છે. આ ગ્રંથથી જૈનો, જૈનધર્મમાં શ્રદ્ધાવાન રહો એમ ઈચ્છુંછું. પ્રતિપક્ષી નિંદકોને હું ખમાવું છું. અને તેઓનું ભલું ઈચ્છું છુ, તેઓ પર દ્વેષ વિના તેઓ પર શુદ્ધ પ્રેમથી મૈત્રીભાવ ધારૂં છું અને આશા છે કે તેઓ મારૂં લખેલું સમજીને તેમાંથી સત્ય ગ્રહણકરે અગર વેરભાવતજી મધ્યસ્થબને અને આત્મશુદ્ધિકરે.
આ ગ્રંથનું અશુદ્ધિ શુદ્ધિપત્રક કરવાની ઉપયોગિતા જણાઈ નથી છતાં જે કંઈ ટાઈપ વગેરે અક્ષર શબ્દદોષો રહી ગયા હોયતેઓને સંતોસુધારશે.
इत्यवं अर्ह महावीर शान्तिहँ ३ મુ.મહુડી વિ. ૧૯૮૧ પોષ વદિ ૭
Jain Educationa International
For Personal and Private Use Only.
www.jainelibrary.org