________________
૪૪૬ ૪s at Rs 1 to 5
9 ઇ ૪
9
કઇ
૪ % ૧
૪
૬
૪ ૪ ૧ ૨ ૩ ૪ ૧ ૪
૫
૬ ૭
+ ૪ = 9
8
ચોથી સુખડી નૈવેદ્ય પૂજા
(વિમલા નવ કરશો ઉચાટ-એ રાગ) ઘંટાકર્ણ મહાવીર સ્વાયે વ્હેલા આવશો રે; પ્રેમે ધર્મીઓને સહાય કરીને સુહાવશોરે; પરબ્રહ્મ મહાવીર નામે, શરણ કરી જે ઠરતો ઠામે, તેવા ભક્તોની ભક્તિમાં, ધુન લગાવશો રે.
ઘંટાકર્ણ૦ ૧ શ્રદ્ધા પ્રીતિપ્રેર્યા આવો, ભક્તિ વિના નથી કોઈનો દાવો, જયકાર મંગલમાલા, કીર્તિધ્વજ ફરકાવશો રે.
ઘંટાકર્ણ૦ ૨ ક્ષણમાં પૃથ્વીને ડોલાવો, ક્ષણમાં મેરુને કંપાવો, એવો મહિમા હારો, શાપ ને તાપ સમાવશો રે.
ઘંટાકર્ણ૦ ૩ દુર્જન દુષ્ટોને જ હઠાવો, જેને ધર્મ જગમાં ફેલાવો, પ્રભુ શ્રી મહાવીર નામના, જાપને જગ પ્રસરાવશોરે.
ઘંટાકર્ણ૦ ૪ તુજ પ્રેમીઘર મંગલમાલા, પુત્રાદિક ધન ઋદ્ધિવિશાલા આપી વાંછિત સહુને, ચિત્તપ્રસન્ન સુહાવશો રે,
ઘંટાકર્ણ૦ ૫ પુણ્યોદયે તુજ સાધન મળતું, શ્રદ્ધા પ્રીતિ યોગે ફળતું, પ્રગટી શાસનસેવામાંહી, ચિત્ત લગાવશોરે,
ઘંટાકર્ણ, ૬ પ્રત્યક્ષ પ્રેમે મહાવીર દીઠા, શાસન દેવા લાગ્યા મીઠા; બુદ્ધિસાગર દિલમાં, પ્રભુ સંદેશ જણાવશો રે.
ઘંટાકર્ણ૦ ૭ મંત્ર-ૐ ઘંટાકર્ણ મહાવીર જિન શાસન રક્ષકાય, શાંતિ તુષ્ટિ પુષ્ટિ ઋદ્ધિ વૃદ્ધિ કુરુ નૈવેદ્ય યજામહે સ્વાહા.
૫૯
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org