________________
જંબુદ્રીપની જાહોજલાલી..!
કે
વળજ્ઞાની ભગવંતોએ પોતાનાં જ્ઞાનમાં પ્રત્યક્ષ નિહાળેલ આ ચૌદ રાજલોકનાં વિશાળ લોકની મધ્યમાં તિÁલોક છે. તે ઝાલર યાને થાળીની માફક ગોળાકાર રહેલ છે. તેમાં અસંખ્ય દ્વીપસમુદ્રો છે. જે એક પછી એક વલયાકારે છે. એક દ્વીપને ફરતો એક સમુદ્ર, ફરી સમુદ્રને ફરતો દ્વીપ એમ એકથી બીજો બમણાં વિસ્તારમાં છે. એમ જંબુદ્રીપથી શરૂ કરી તિÁલોકનાં અંતે છેલ્લો સ્વયંભૂરમણ મહાસમુદ્ર છે. જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર, જીવાભિગમસૂત્ર તથા લઘુક્ષેત્ર સમાસ વગેરે ગ્રંથોમાં જંબૂદ્રીપ, લવણસમુદ્ર વગેરે દ્વીપ સમુદ્રોનું વર્ણન વિસ્તારથી બતાવેલું છે. તે અહીં સંક્ષેપમાં પણ સ્પષ્ટતાથી પ્રશ્નોત્તરરૂપે સમજાવેલ છે.
પ્રશ્ન ૧ - તિÁલોકની લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ કેટલી છે ?
ઉત્તર - તિર્ચ્યુલોકની લંબાઈ પહોળાઈ એક રાજુ પ્રમાણ છે. અને ઊંચાઈ ૧૮૦૦ યોજન છે. તે આ પૃથ્વીની સમતલ ભૂમિથી ૯૦ યોજન ઉપર છે. અને ∞ યોજન નીચે છે. કુલ ૧૮૦૦ યોજન છે.
પ્રશ્ન ૨ - તિÁલોકમાં કેટલાં દ્વીપ સમુદ્રો છે ?
ઉત્તર - તિÁલોકમાં અસંખ્યાત દ્વીપસમુદ્રો છે. અને તે બધાં મળીને ૨૫ ક્રોડાક્રોડ સૂક્ષ્મ ઉદ્ધાર પલ્યોપમનાં સમયો જેટલાં છે.
પ્રશ્ન ૩ - પલ્યોપમ અને સાગરોપમના પ્રકાર કેટલા છે ?
ઉત્તર - પલ્યોપમ અને સાગરોપમનાં છ - છ પ્રકાર છે.
(૧) બાદર ઉદ્ઘાર પલ્યોપમ (૨) સૂક્ષ્મ ઉદ્ઘાર પલ્યોપમ (૩) બાદર અન્ના પલ્યોપમ (૪) સૂક્ષ્મ અહ્વા પલ્યોપમ (૫) બાદર ક્ષેત્ર પલ્યોપમ (૬) સૂક્ષ્મ ક્ષેત્ર પલ્યોપમ પ્રશ્ન ૪ - બાદર ઉદ્ઘાર પલ્યોપમ કોને કહેવાય ?
ઉત્તર - ઉત્સેધાંગુલનાં પ્રમાણથી ૧ યોજન લાંબો - પહોળો - ઊંડો એવાં ઘનવૃત = (લંબાઈ, પહોળાઈ, ઊંડાઈ સરખી) કૂવામાં દેવકુરુ – ઉત્તરકુનાં જુગલીયા મનુષ્યના શિરમુંડન કરાવ્યા પછી ૧ થી ૭ દિવસ સુધીનાં મસ્તકનાં ઉગેલાં વાલાગોને ક્લોક્સ ભરવામાં આવે અથવા દેવકુરુ – ઉત્તરમાં જન્મેલાં સાત દિવસના ઉગેલા ઘેટાના ઉત્સેધાંગુલ પ્રમાણ વાળના સાતવાર આઠ - આઠ ટુકડાં કરને ભરીએ તો એક અંગુલમાં ૨૦, ૯૭, ૧૫૨ રોમખંડ થાય તેથી કૂવામાં જેટલાં રોમખંડ (સંખ્યાતા) સમાય તેમાંથી એકેક સમયે એક એક વાળ કાઢીએ, જ્યારે કૂવો ખાલી થાય ત્યારે તેને ‘બાદર ઉદ્ઘાર પલ્યોપમ' વ્હેવાય છે. આને ખાલી થતાં સંખ્યાતા સમય લાગે છે.
(૧) બાદર ઉદ્ઘાર સાગરોપમ (૨) સૂક્ષ્મ ઉદ્ધાર સાગરોપમ (૩) બાદર અન્ના સાગરોપમ (૪) સૂક્ષ્મ અન્ના સાગરોપમ (૫) બાદર ક્ષેત્ર સાગરોપમ (૬) સૂક્ષ્મ ક્ષેત્ર સાગરોપમ
પ્રશ્ન ૫ - સૂક્ષ્મ ઉદ્ધાર પલ્યોપમ કોને કહેવાય ?
ઉત્તર - ઉપરમાં જે રોમખંડો ભર્યા હતાં તેમાં દરેકનાં અસંખ્યાત અસંખ્યાત ખંડ કરી પૂર્વોક્ત કૂવો ભરવાનો સચિત્ર જૈન તત્ત્વદર્શન ભાગ - ૨
81
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org