________________
પ્રશ્ન ૨૫ - સમકિતને સમજવાના ભાંગા કેટલા છે? ઉત્તર – સમકિતને સમજવાના નવ ભાંગા છે.
(૧) અનંતાનુબંધી ચોકનો ક્ષય અને મિથ્યાત્વ મોહનીય આદિ ત્રણનો ઉપશમ કરે. () અનંતાનુબંધી ચોક, મિથ્યાત્વમોહનીયનો ક્ષય કરે અને મિશ્ર મોહનીય તથા સમકિતમોહનીયનો ઉપશમ
(૩) અનંતાનુબંધી ચોક, મિથ્યાત્વ મોહનીય મિશ્રમોહનીયનો ક્ષય કરે અને સમક્તિમોહનીયનો ઉપશમ કરે (આ ત્રણ ભાંગા ક્ષયોપશમ સમતિના છે)
() અનંતાનુબંધી ચોકનો ક્ષય કરે, મિથ્યાત્વમોહનીય, મિશ્ર મોહનીયનો ઉપશમ કરે અને સમતિમોહનીયનું વેદન કરે.
(૫) અનંતાનુબંધી ચોક અને મિથ્યાત્વમોહનીયનો ક્ષય કરે, મિશ્રમોહનીયનો ઉપશમ કરે અને સમક્તિ મોહનીયનું વેદન કરે.
(આ બંને ભાંગાને ક્ષયોપશમ વેદક સમકિત કહે છે)
૬) અનંતાનુબંધી ચોક, મિથ્યાત્વ મોહનીય અને મિશ્ર મોહનીયનો ક્ષય કરે અને સમક્તિ મોહનીયનું વેદન કરે (આ ભંગને ક્ષાયિક વેદક સમકિત કહે છે)
(૭) અનંતાનુબંધી ચોક, મિથ્યાત્વ મોહનીય, મિશ્રમોહનીયનો ઉપશમ કરે અને સમક્તિ મોહનીયનું વેદન કરે. (આ ભંગને ઉપશમ વેદક સમકિત કહે છે.)
(૮) ઉપરોકત સાત પ્રકૃતિઓનો ઉપશમ કરે તેને ઉપશમ સમકિત કહે છે. (આ ભંગને ઉપશમ સમકિત હે છે) (૯) ઉપરોક્ત સાત પ્રકૃતિઓનો ક્ષય કરે તેને ક્ષાયિક સમકિત કહે છે. (આ ભંગને ક્ષાયિક સમકિત કહે છે.)
આ સિવાય વ્યવહાર સમ્યગદર્શન, નિશ્ચય સમ્યગદર્શન, કારક, રોચક, દીપક સમ્યગ્રદર્શન વગેરે સમ્યગુદર્શનના પેટા વિભાગો છે. પ્રશ્ન ર૬ - વ્યવહાર સમ્યગુદર્શન કોને કહે છે? ઉત્તર – જીવાદિ નવતત્ત્વની શ્રદ્ધા તથા સુદેવ, સુગુરુ, સુધર્મ પર દેઢ શ્રદ્ધ તેને વ્યવહાર સમ્યગદર્શન કહે છે. પ્રશ્ન ૨૭ - નિશ્ચય (સમકિત) સમ્યગદર્શન કોને કહે છે? ઉત્તર – દેવ-આત્મા, ગુરૂજ્ઞાન, ધર્મ-ચૈતન્ય તેમાં નિઃશંક શ્રદ્ધા અર્થાત શુદ્ધાત્મ તત્ત્વરૂચિને નિશ્ચયસમતિ
નિશ્ચય સમ્યગદર્શન કહે છે. અને તે દર્શન સપ્તકના ક્ષય-ઉપશમ-ક્ષયોપશમથી પ્રગટ થાય છે. પ્રશ્ન ૨૮ - કારક સમ્યગુદર્શન કોને કહે છે? ઉત્તર – આ સમ્યગદર્શનના પ્રભાવથી સ્વયં દઢ શ્રદ્ધાવાન બનીને સમ્મચારિત્રનું પાલન કરે છે. અને બીજાને
પણ પ્રેરણા આપીને સાચારમાં પ્રવૃત્તિ કરાવે છે. તે પાંચમાં, છઠ્ઠા, સાતમાં ગુણસ્થાનવાળાને હોય છે. પ્રશ્ન ર૯ - રોચક સમ્યગુદર્શન કોને કહે છે? ઉત્તર – આ સમ્યગદર્શનના પ્રભાવથી સ્વયં માત્ર શ્રદ્ધાન્ કરે છે પરંતુ તેને અનુકૂળ આચરણ- (સમ્યફચારિત્રનું પાલન) કરી શકતા નથી. તે ચોથા ગુણસ્થાનવાળાને હોય છે.
| સચિત્ર જૈન તત્ત્વદર્શન ભાગ - ૨ ] (15) |
Jain Educationa Interational
For Personal and Private Use Only
www.jainelibrary.org