________________
(૧) જીવાદિ નવપદાર્થોને જેમ છે તેમ જ જાણે અને શ્રદ્ધા કરે. (૨) સુદેવ, સુગુરુ સુધર્મ તથા સલ્ફાસ્ત્રોને પણ યથાર્થ પણે જાણે અને શ્રદ્ધ.
(૩) સમસ્ત પર પાર્થોથી પોતાના આત્માને ભિન્ન માને અને જ્ઞાન-દર્શન સુખ આદિ ગુણોથી પોતાને અભિન્ન માને
આત્માનું સ્વરૂપ અખંડ, અભેદ, જ્ઞાનાનંદ સ્વભાવી છે. આત્મા ધ્રુવનિત્ય-શાશ્વત તત્ત્વ છે, તેવી શ્રદ્ધા તેનામાં હોય છે. આ ગુણસ્થાનમાં વ્રતાદિ ન હોવાં છતાં પણ દેવ-ગુધર્મ-સંઘભક્તિ શાસન સેવાની ભાવના દઢ હોય છે. અહીંયા જીવ તીર્થકર નામકર્મનો બંધ પણ કરી શકે છે. પ્રશ્ન ૧૭ - આ ગુણસ્થાનને અવિરતિ સમ્યગુદૃષ્ટિ શા માટે કહે છે? ઉત્તર – આ ગુણસ્થાનમાં વર્તતો જીવ સમ્પષ્ટ હોવાં છતાં તે હિંસાદિ પાપ વ્યાપારથી અટકયો નહીં હોવાથી
તે અવિરતિ છે. જિનેશ્વરના વચન પર શ્રદ્ધા કરે છે પરંતુ કોઈ પ્રકારના વ્રત ધારણ કરી શકતો નથી. સાંસારિક વિષય ભોગોને હેય (છોડવા જેવા) સમજે છે. પરંતુ છોડી શકતો નથી, તેથી તેને અવિરતિ
સમ્યગૃષ્ટિ કહેવામાં આવે છે. પ્રશ્ન ૧૮ - સમ્યગુદર્શન કઈ રીતે થાય છે? ઉત્તર – સમ્યગદર્શન બે રીતે થાય છે.
(૧) નિસર્ગજ સમ્યગદર્શન (ર) અધિગમજ સમ્યગદર્શન
(૧) જે સમ્યગદર્શન બીજાના ઉપદેશની અપેક્ષા વિના જીવના સ્વયંના પરિણામથી ઉત્પન્ન થાય છે તે નિસર્ગજ સમ્યગ્રદર્શન છે. - (૨) જે સમ્યગદર્શન સંત, શાસ્ત્ર શ્રવણ આદિ નિમિત્તને પામીને ઉત્પન્ન થાય છે, તે અધિગમજ સમ્યગદર્શન
આ બંને સમ્યગદર્શનમાં દર્શનસપ્તક' નો ક્ષય-ક્ષયોપશમ અથવા ઉપશમરૂપ અંતરંગ કારણ તો સમાન હોય છે. પરંતુ નિસર્ગજમાં બાહ્ય નિમિત્તની જરૂર નથી અને અધિગમજમાં બાહ્ય નિમિત્ત હોય છે.
ઉદાહરણ - (૧) બે પથિક પ્રવાસે નીકળ્યા. બંને માર્ગથી અજાણ છે એકને આમ-તેમ ફરતાં માર્ગ હાથમાં આવી ગયો. આ નૈસર્ગિક માર્ગ લાભ છે. બીજા પથિકને માર્ગ બતાવે તેવી માર્ગદર્શક મળ્યો અને તેને પૂછીને માર્ગે આવી ગયો આ અધિગમ માર્ગ લાભ છે.
(૨) બે વ્યક્તિને રોગ થયો. એક વ્યક્તિએ દવા ન લીધી, રોગની સ્થિતિ પરિપકવ થઈને રોગ દૂર થયો અને આરોગ્ય પ્રાપ્ત થયું. આ નૈસર્ગિક આરોગ્ય લાભ છે. બીજી વ્યક્તિ રોગ સહન ન થવાથી તેણે વૈદ્ય પાસે જઈ દવા લીધી, રોગ દૂર થયો. તે પ્રાયોગિક આરોગ્ય લાભ છે.
(૩) એક વ્યક્તિ શિક્ષક આદિની મદદથી શિલ્પ આદિ કળાઓ શીખે છે અને બીજી વ્યક્તિ કોઈની મદદ વિના પોતાની જાતે જ શીખી લે. ઉપરોક્ત ઉદાહરણ ઉપરથી ઉપનય -
અનાદિકાળથી સંસારમાં ભ્રમણ કરતો જીવ, જેમ ઘસાતા ઘસાતા પથ્થર ગોળ બની જાય છે, તેમ દુખોને સહન કરતાં કર્મના આવરણ શિથિલ થતાં પરિણામની શુદ્ધિથી ઉપદેશ આદિના નિમિત્ત વિના જ સમ્યગ્રદર્શન પામી જાય છે. તેને નૈસર્ગિક સમ્યગ્રદર્શન કહેવાય છે. અને કોઈ વ્યક્તિને સદ્ગુરુ આદિનો ઉપદેશ સાંભળીને સચિત્ર જૈન તત્ત્વદર્શન ભાગ - ૨
(13) |
90ssessages
Jain Educationa Interational
For Personal and Private Use Only
www.jainelibrary.org