________________
પ્રશ્ન ૭ - આ ભદ્રશાલવન ક્યાં રહેલ છે? અને તેનો વિસ્તાર કેટલો છે? ઉત્તર - આ ભદ્રશાલવન મેરુપર્વતની તળેટીમાં સમભૂમિ ઉપર આવેલ છે. તે મેરુપર્વતની ચારે બાજુ વીંટળાયેલ
છે. મેરુથી ઉત્તર અને દક્ષિણમાં ૨૫૦ યોજન પહોળું છે અને પૂર્વ-પશ્ચિમ રર0 - રર0 યોજન દિર્ઘ છે. આ ભદ્રશાલવન સૌમનસ, વિઘતુપ્રભ, ગંધમાદન અને માલ્યવાન એ ચાર વક્ષસ્કાર પર્વતોથી તથા સીતા-સીતોદા મહાનદીઓથી આઠ ભાગમાં વિભક્ત થયેલ છે. તેમાં મેરુની પૂર્વમાં પ્રથમ ભાગ, પશ્ચિમમાં બીજો ભાગ, વિદ્યુત પ્રભ પર્વત તથા સોમનસ પર્વતની મધ્યભાગમાં દક્ષિણ દિશામાં ત્રીજો ભાગ, ગંધમાદન અને માલ્યવંત પર્વતના મધ્યમાં ઉત્તર દિશામાં ચોથો ભાગ અને સીતા-સીતોદા નદીથી દક્ષિણમાં પાંચમો છન્ને ભાગ અને ઉત્તરમાં સાતમો આઠમો
ભાગ, આ રીતે ભદ્રશાલવન આઠ વિભાગથી વિભક્ત છે. પ્રશ્ન ૮ - નંદનવન ક્યાં રહેલ છે? ઉત્તર - મેરુપર્વતની સમભૂમિથી ઉપર પDયોજન ચઢીએ અને સોમનસ વનથી ડરપ0 યોજન નીચે ઉતરીએ
ત્યારે નંદનવન આવે છે તે પળ યોજનાના વિસ્તારવાળું છે. પ્રશ્ન ૯ - નંદનવનમાં શું શું રહેલ છે? ઉત્તર - નંદનવનની બરાબર મધ્યમાં આવ્યંતર મેરુ છે અને તેનાથી પ૦ યોજન દૂર દિશાકુમારીના ૮ ફૂટ છે.
તેના ઉપર ઉર્ધ્વલોકની ૮ દિશાકુમારીના ભવન છે. તે બધી દિશાકુમારીઓ ભવનપતિ નિકાયની છે. તે
દરેકનું આયુષ્ય ૧ પલ્યનું છે. પ્રશ્ન ૧૦ - ઉર્ધ્વલોકની દિશાકુમારી શા માટે કહેવાય છે? ઉત્તર - નંદનવનની સમભૂમિથી પ0 યોજન ઉપર છે અને તેના ઉપર જે કૂટ છે તે પ0 યોજન ઊંચો છે
અને તેના ઉપર દેવીનું ભવન છે એટલે કુલ સમભૂમિથી ૧0 યોજન ઉપર દેવી રહે છે તેથી તેમાંના ૯O યોજન તિલોકમાં ગણાય, ઉપરના ૧0 યોજન ઉર્ધ્વલોકનાં છે. માટે તે દેવી ઉર્ધ્વલોકની
ગણાય અર્થાત્ ઉર્ધ્વલોકવાસી કહેવાય છે. નોંધ - તે ઉપરાંત નંદનવનમાં ચાર દિશામાં ચાર ચૈત્ય છે. અને વિદિશામાં બે ઈશાનેન્દ્રના પ્રાસાદ, બે શકેન્દ્રના
પ્રાસાદ છે. આ પ્રાસાદ અને ચૈત્ય ચારે વનમાં છે. આ ચૈત્યમાં જે જિનપડિમાઓ કહેલી છે તે તીર્થકરની
નહિ સમજતા કામદેવની સમજવી. પ્રશ્ન ૧૧ - સોમનસ વન ક્યાં આવેલ છે? ઉત્તર - નંદનવનથી કરપ0 જોજન ઉપર અને પંડગવનથી ૩%00 યોજન નીચે સોમનસ વન આવે છે આ
મેરુપર્વતની બીજી મેખલા છે. તે વન પ0 યોજન પ્રમાણની મેખલામાં પ0 યોજન પહોળું છે. પ્રશ્ન ૧૨ - પંડગવન ક્યાં આવેલ છે? ઉત્તર - સોમનસ વનથી ઝ00 યોજન ઉપર જતા પંડગવન આવે છે. તે ૪૯૪ યોજન ચક્લાલ પહોળું છે. પ્રશ્ન ૧૩. પંડગવન ૪૯૪ યોજન ચક્રવાલ પહોળું કઈ રીતે? ઉત્તર - શિખર સ્થાને મેરુપર્વતનો વિસ્તાર ૧0 યોજન છે. અને ચૂલિકાના મૂળનો વિસ્તાર ૧ર યોજન છે
અને ચૂલિકા પંડગવનનાં અતિ મધ્યભાગમાં છે. માટે ૧૦ જોજનમાંથી ૧ર યોજન બાદ કરતાં ૮૮ યોજન રહ્યા. તેમાંનો એક અર્ધભાગ ૪૯૪ જોજન જેટલો પૂર્વતરફ અને બીજો ૪૯૪ યોજન જેટલો અર્ધભાગ પશ્ચિમ તરફ આવ્યો. જેથી મેરુ ચૂલિકાના મૂળથી કોઈપણ દિશાએ ૪૯૪ યોજન જેટલી
મધ્યલોકનો મહિમા !
Jain Educationa Interational
For Personal and Private Use Only
www.jainelibrary.org