SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપર વિજય મેળવીએ. રામે રાવણ સામે લડીને અને પાંડવોએ કૌર સામે ' લડીને જેમ વિજય મેળવ્યો અને એના પ્રતીકરૂપે વિજયાદશમીનું પર્વ ઉજવાય છે, તેમ આજે નવરાત્રિ કે જે શક્તિના સંયમ માટે છે, તેમ પ્રથમ શક્તિ. સંયમ કરી પછી તે સંયમનો સમાજ અને ધર્મસંપ્રદાયમાં નમ્ર અને નિખાલસ પણે થયેલી ક્રાંતિમાં ઉપયોગ કરાવીએ. આમ કરવા કરાવવામાં જ એ બને વતની ખૂબી છે. ધનતેરસને ધાન્યતેરસ બનાવે ધનતેરસ, કાળીચૌદસ અને દિવાળી એ ત્રણ તહેવારો સળંગ તહેવારો છે ભારતની લક્ષ્મી માત્ર રોકડનાણમાં સમાપ્ત નહોતી થતી. ભારતની લક્ષ્મી તો વિષ્ણુની પત્નરૂપ હતી. એટલે કે જેની પછવાડે સત્ય, પ્રભુ છે તેવી જ લક્ષ્મીનો એ આદર કરતું. ગીતાને છેલ્લે લેક એનું જીવંત પ્રમાણ છે. આપણે ત્યાંના બાહ્ય ચાર સુખની કલ્પનામાં પણ કયાંય પૈસાનો ઉલ્લેખ જ નથી. ફરીથી આજે એ ચાર સુખરૂપી લક્ષ્મીનું આવાહન કરવું જોઈએ. તે ચાર સુખ આ રહ્યાં. (૧) નરવી કાયા (૨) ધર્મ સંતાન (૩) પતિપત્નીનો નિર્મળ સ્નેહ અને (૪) ધાન્યના ઢગલા, આજે તે હિંદની સામે તાત્કાલિક પ્રશ્ન ધર્મ સાથે ધાન્યનો છે. ખેડૂતનાં ન્યાય, નીતિ આબાદ રહે. એ જગતાતની પ્રતિષ્ઠા વધે. ધાન્ય પકવનાર અને ખાનાર બને સત્યપરાયણ બને.” ધનતેરશને આ દૃષ્ટિએ સૌ ઉજવજે. - લક્ષ્મીને પૂજવી એ ધનતેરસના દિવસનું રહસ્ય છે. ભારત હંમેશાં સંસ્કૃતિની લક્ષ્મીનું જ પૂજક રહેવાથી સંસ્કૃતિને ટકાવી શકહ્યું છે. છેલ્લા સૈકાઓથી તેમાં શિથિલતા આવી છે, પણ હવે હિંદ આઝાદ થયું છે, હવે નીતિના ઢીલા બંધને તેણે મજબૂત કરવાના છે. ધનતેરસને પવિત્ર દિવસે નીતિની લક્ષ્મીનું દિલથી પૂજન કરી જીવનમાં અપનાવીએ. કાળીચૌદશ અંધારી ચૌદસ ભૂતાદિ સાધના માટે પ્રસિદ્ધ ગણાય છે. પણ આપણે તે વહેમ અને અનુચિત ટીકારીની વૃત્તિનું ભૂત જે આપણું રગેરગમાં ઘૂસી ગયું છે તેને કાઢક્યા વગર આપણે છૂટકે નથી. આ ચૌદસે ભૂતને સાધવાનો નહિ પણ આ ભૂતને કાઢવાનો સંકલ્પ કરીએ. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005341
Book TitleParv Mahima
Original Sutra AuthorN/A
AuthorSantbal
PublisherHemchandracharya Jain Gyanmandir Patan
Publication Year1989
Total Pages98
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy