SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ ઉચ્ચ પ્રસન્નતા, સાચી રસિકતા જન્માવે તે ધર્મ. રસિકતા અને પ્રસન્નતા ક્યાંથી મળે ? આત્મનિમજજનાથી. એટલે જ પર્યુષણ પર્વ આત્મનિમજજનાની વિમળ સરિતા છે. એ દ્વારા પરમ આત્મસ સિંધુનાં દર્શન થાય છે. પર્યુષણ પર્વ પર્યુષણનું પર્વ સામાન્ય રીતે જૈનોના સર્વ ફિરકાઓને માન્ય પર્વ છે. આખા વર્ષમાં જે ભૂલ થઈ હોય એ બધી નાની મોટી ભૂલને શોધીને વ્યક્તિઓ અને સમાજે આજે સાફ કરવાની છે. આત્મવિકાસ સાથે વિશ્વવિકાસના ભાગે કૂચ કરવાની છે. એ માર્ગમાં ઉપયોગી થાય તેવાં થોડાં સૂત્રો અહીં ટાંકું છું. (૧) ત્રણે (શ્વેતાંબર, મંદિરમાગી, દિગંબર અને . સાધુ માગ) મુખ્ય અને બીજા પેટા ફિરકાઓ! તમે બધા એક માધ્યમિક સંસ્થા રચી કેંદ્રિત બનો. (૨) કયો ફિરકે જને, સાચો અને ઊંચે એવા ખ્યાલ ન રાખતાં લઘુતા જાળ. (૩) જૈન એ કેમ કે જાતિ નથી પણ વિકાસની ગ કક્ષા છે. (૪) કુરાન તથા બાઈબલથી માંડીને વૈદિક અને બૌદ્ધ સાહિત્યને પણ જેને અપનાવવું જોઈશે, કારણ કે તે સ્વાવાદ અને સૂક્ષ્મ અહિંસામાં માનનારા દર્શનને અનુયાયી છે. (૫) સંખ્યાલોભ, હાલેભ, મમત, વેશપૂજા, ધનપ્રતિષ્ઠા વગેરે જૈન તરીકે ઓળખાતા લેકમાં શેભે જ નહિ. (૬) કુટુંબ, સમાજ, રાષ્ટ્ર, સંસ્થાઓ તથા વિશ્વરાષ્ટ્ર સુધી જેને જે મહત્વને ફાળો આપવાનો છે, તે ગુણુપૂજા દ્વારા પિતાના અંગત અને સમાજગત વિકાસથી જ આપી શકે, બીજા કશાથી નહિ. જેનસમાચબાનાં સૂચનો પર્યુષણના દિવસે તે જૈન સાધકના મહાપર્વના દિવસે છે. ચાતુમાસના એકસોવીસ દહાડા પૂરા હોય તો ઓગણપચાસમે દિવસે સંવત્સરી આવવી જ જોઈએ, એ જેને સૂત્રોમાં ઉલ્લેખ છે. સંવત્સરી પહેલાંના સપ્તાહથી પયુષણ પર્વ આરંભાય છે અને સંવત્સરીએ ખતમ થાય છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005341
Book TitleParv Mahima
Original Sutra AuthorN/A
AuthorSantbal
PublisherHemchandracharya Jain Gyanmandir Patan
Publication Year1989
Total Pages98
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy