________________
સંસારમાં છે. આત્મામાં કે પ્રભુમાં નહીં ! શ્રીમદ્દ અને ગાંધીજીની આ રીતે તાળો મળે છે કે બંનેનું આંતર-મન અને ચેતના માત્ર આત્મામાં, રામમાં હતી.
શ્રીમદુ અને ગાંધીજી શ્રીમદ્દ અને ગાંધીજી અને મેળાપ કાકા કાલેલકર કહે છે તેમ ગાંધીજીને વિલાયત જતાં પહેલાં થયે. પણ તે છેવટ સુધી અખંડ રહ્યો અને દિને-દિને વધતો ગયો. એક પ્રસંગે શ્રીમહૂજી ટોપી ઓઢતા હતા. તેમાં ચામડાને પટ્ટો ગાંધીજીએ જોઈ લીધો; અને ટકોર કરી: “આ મુડદાલી ચામડું નથી, હલાલી છે” કશી જ દલીલ કર્યા સિવાય તે જ પળે તે કીમતી ટોપીમાંથી શ્રીમદે તે ચામડાની પટ્ટી ઉખેડી નાંખી. શ્રીમદને મન આ સ્વાભાવિક હતું, પણ ગાંધીજીને મન આ અસાધારણ હતું. તેમણે પોતાના મનથી ગાંઠ વાળી લીધી કે “આ સત પુરુષ જેવું બોલે છે તેવું જ આચરનાર છે અને જે વિચારે છે તે જ બેલે છે.” તેથી જ ગાંધીજીએ કહ્યું છે કે “ભાભજીએ લખવા ખાતર લખ્યું નથી, જે સ્કૂર્યું છે, તે આલેખ્યું છે.” આવા તો અનેક પ્રસંગે શ્રીમના જીવનમાંથી આપણે તારવી શકીએ. પણ શ્રીમદ્દ અને ગાંધીજી એ બન્નેને ઓળખનારા એમના અનુયાયીઓ શ્રીમદ્જી અને ગાંધીજીને જોડી શકતા નથી, કારણ ગાંધીજી કમયોગ હતા, શ્રીમદ્ આધ્યાત્મયોગી હતા.
વેગ એટલે શું? પતંજલ યોગશાસ્ત્રમાં કહ્યું છે કે યોગ એટલે ચિત્તવૃત્તિને નિરોધ, જૈનપરિભાષામાં ઉપયોગ શબ્દ વધારે પ્રચલિત છે અને જીવ તથા આત્માનું મૂળ લક્ષણ પણ ઉપગ છે. જીવદશાને કારણે અજ્ઞાનનું આવરણ આવતાં ઉપયોગ પણ અજ્ઞાનમય બની જાય છે. એ અજ્ઞાનને વશ થતાં એ જ આત્મા જૈન આગમોમાં અને ગીતામાં કહ્યું છે તેમ દુરાત્મા અથવા આત્માનો દુશમન બની રાગ–ષવશ સંસારમાં ભટકે છે, એમાંથી જે સત–પુરુષનો ભેગા થતાં જ્ઞાનને ઝબકારો થઈ જાય, વિચાર અને વિવેકના પાયાથી બ્રહ્મ-જિજ્ઞાસા પાકી થઈ જાય, તો એ જ ઉપયોગ સાચો ઉપયોગ બને છે અને આત્માનું જોડાણ થઈ તે જ સાચે યોગ બને છે. ઉપરના પ્રસંગે આત્મગના પ્રસંગે છે. એટલે કર્મમાત્રની પછવાડે આવા પુરુષને આત્મગ કાયમ હોય છે. એ દૃષ્ટિએ જે ગાંધીજી કર્મયોગી હતા, તે શ્રીમદ્ પણ કર્મયોગી હતા, અને શ્રીમદ્ અધ્યાત્મ યોગી હતા તો ગાંધીજી પણ અધ્યાત્મ યોગી હતા.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org