________________
[૫૪]
પાટણ તીર્થ દર્શન
આ તીર્થ હારીજથી ૮ કિ. મી. વિરમગામથી ૭૨ કિ. મી. અને મહેસાણાથી ૮૦ કિ. મી. દ્વર છે.
અહીં આગમ મંદિરની ભવ્ય યોજના છે. દર દિવાળીએ ભાવિકે અઠ્ઠમ તપ કરવા આવે છે. દર વરસે કાર્તિક પૂનમ, મૈત્રી પૂનમ અને માગસર વદ દશમના દિવસે મેળો ભરાય છે.
- વાલમ તીર્થ - વીસનગરથી ૧૦ કિ. મી. અને ઊંઝાથી ૧૧ કિ. મી. દૂર વાલમ તીર્થ આવેલું છે. વિસનગર અને ઊંઝાથી બસ અને ટેક્ષીની સગવડ મળી રહે છે.
વાલમ તીર્થને ઈતિહાસ ખૂબ જ પ્રાચીન માનવામાં આવે છે. ગામની આજુબાજુમાં અનેક પ્રાચીન કલાત્મક અવશેષ જોવા મળે છે.
શ્રી નેમિનાથ ભગવાનની પ્રતિમાની કલાકૃતિ ઉપરથી પણ તે તીર્થ પ્રાચીન હોવાનું કલ્પી શકાય છે. નેમિનાથ ભગવાનની આટલી પ્રાચીન અને સુંદર પ્રતિમાના દર્શન બીજે દુર્લભ છે. અષાઢી શ્રાવક દ્વારા ભરાવેલી પ્રતિમા મનાતી હોવાના કારણે તેની આ ખાસ વિશિષ્ટતા મનાય છે. પ્રતિવર્ષ વૈશાખ સુદ ૬ ના વર્ષગાંઠ મનાય છે.
મંદિરની પાસે જ ધર્મશાળા અને ભોજનાલય છે. ભોજન માટે અગાઉથી જાણ કરવી પડે છે,
–– શ્રી ચાણસ્મા તીર્થ – ચાણસ્મા ગામની મધ્યમાં આવેલ એક મહોલ્લામાં આ તીર્થ આવેલું છે. અહીં ભટેવા પાર્શ્વનાથની પ્રતિમા ધરણેન્દ્રપદ્માવતી સાથે પરિકયુક્ત છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org