________________
{ ૫૦ ]
પાટણ તીથ દઈન
મંડપ વિશાળ તેમજ ચાક અતિ વિશાળ છે. મંદિરનુ શિલ્પ પ્રાચીન અને રમણિય છે.
પહાડ ઉપર મુખ્ય મંદિર ઉપરાંત ૪ બીજા શ્વેતામ્બર મંદિર તેમજ પાંચ દિગમ્બર મર્દિશ છે. મુખ્ય મદિરથી પૂ દિશામાં ૧ કિ મી. દૂર મેાક્ષખારી આવેલી છે. જેને પુણ્યખારી પણ કહે છે. અહીં અજીતનાથ પ્રભુની પ્રાચીન ચરણપાદુકાઓ છે દેરીમાં પરિકરયુકત ભગવાનની મૂર્તિ છે. પરિકર પ્રાચીન છે. અને આસન ઉપર વિ.સ. ૧૨૩૫ વૈશાખ સુદ ત્રીજના લેખ છે. કેટિશીલા, મેાક્ષમારી અને સિદ્ધશીલા એ ત્રણને ત્રણ કે તરીકે ઓળખાવાય છે. સિદ્ધશિલા વાયવ્ય દિશામાં ૧ કિ. મી. ક્રૂર છે સિદ્ધશિલા મૂકે ચૌમુખી તે જ અજીતનાથ ભગવાનની ચરણપાદુકાઓ છે જેના ઉપર વિ. સ. ૧૮૩૬ ના લેખ છે.
પહાડ ઉપરનું કુદરતી સાંન્દર્ય તથા પુણ્યભૂમિનુ પવિત્ર વાતાવરણ આત્માને પરમ શાંતિ અર્પે છે. ચાર માળવાળું શ્વેતામ્બર મન્દિર દિવ્ય લાક જેવું લાગે છે કહેવાય છે કે રાજા કુમારપાળે તો બત્રીસ માળનું શિખર અનાવ્યુ હતુ. બનવાજોગ છે કે જીર્વાદ્વારના સમયે શિખરની ઊંચાઇ ઓછી કરી હશે.
મૂળ મદિરમાં જે લાકડું' વપરાયું છે તે આગથી પણ નાશ પામતું નથી.
મહેસાણા-તારંગાહીલના રેલ્વે માર્ગ ઉપર આ તીર્થની તળેટી છેલ્લા રેલ્વે સ્ટેશન તારગાહીલથી ૫ કિ. મી. દૂર છે અને મુખ્ય મંદિર ઉપર જવા પર્વતનું ચઢાણુ ૧ કિ. મી. છે. મહેસાણાથી ૭૨ કિ. મી., ખેરાળુથી ૨૪ કિ. મી. તથા વિસનગરથી ૫૧ કિ. મી. દૂર તારંગા આવેલુ' છે. તાર'ગાહીલ સ્ટેશનની પાસેજ રહેવા માટે શ્વેતામ્બર અને દિગંબર ધર્મશાળાઆ છે. જ્યાં વીજળી, પાણી અને વાસણાની સગવડ છે. પહાડ ઉપર પણ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org