________________
પાટણ તીથ દઈન
* મનેારમ્ય તાર'ગાજી તી
શ્વેતામ્બર જૈન ગ્રંથામાં તારંગાનું પ્રાચીન નામ તારઉર, તારાવરનગર, તારગિરિ, તારણગઢ વગેરે આપ્યું છે. વિક્રમની ૧૩મી સદીના કુમાર પ્રતિબાધ” નામના શ્રી સોમપ્રભસૂરિના ગ્રંથમાં જણાવ્યા પ્રમાણે વિક્રમની પહેલી સદીમાં શ્રી ખપુટાચાર્યના ઉપદેશથી અહીંના રાજા વત્તરાયે જૈન ધર્મ અંગીકાર કરીને શાસનાધિષ્ઠાત્રી શ્રી સિદ્ધાયિકાદેવીનું અહીં મંદિર બંધા વ્યું હતુ. પરંતુ વચગાળાના ઇતિહાસ મળતા નથી, શકય છે કે આ સમય દરમિયાન આ તીર્થ ભૂલાઈ ગયુ. હાય હાલમાં જે શ્વેતામ્બર મદિર છે તેનુ નિર્માણુ વિ. સ. ૧૨૨૧માં ગુર્જર નરેશ શ્રી કુમારપાળે કરાવ્યાનો ઉલ્લેખ મળી આવે છે. વિ.સં. ૧૨૮૪ના ફાગણ સુદ ખીજે શ્રી નાગેન્દ્ર ગચ્છાચાર્થે શ્રી વિજય સેનસૂરિએ આ જીનાલયમાં એ ગોખલામાં શ્રી આદીનાથ પ્રભુની મૂર્તિની પ્રતિષ્ઠા કરાવ્યાના ઉલ્લેખ છે જો કે આ મૂર્તિઓ તો હાલ વિદ્યમાન નથી પણ શિલાલેખવાળા બન્ને આસને મ`દિરમાં છે. વિ. સ. ૧૪૭૯માં ઈડરના શ્રી ગેાવિંદ્ય કોષ્ઠી દ્વારા અને વિ. સ. ૧૯૪૨માં વિજયસેનસૂરિના શુભ હસ્તે એમ એ વખત આ મંદિરના જિર્ણોદ્ધાર થયાના ઉલ્લેખા મળે છે. આ સિવાય ૧૩મી તથા ૧૪મી સદીમાં આ મંદરમાં બીજી મૂર્તિ પ્રતિષ્ઠિત થયાના તથા ગાખલા વગેર કરાવ્યાના ઉલ્લેખ મળે છે.
આ શ્વેતામ્બર મંદિરની દક્ષિણ દિશામાં ૧ કિ.મી. દૂર કાટિશીલા ના મે સ્થળ છે. જે તારંગા પર્વતની ઊંચી ટેકરી ઉપર છે. અહીં ઘણા મુનિએ ધાર તપશ્ચર્યા કરી માહ્ને સિધાવ્યા છે.
[ ૪૯ ]
૨૬૦ ફૂટ લાંબા-પહેાળા ચાકના મધ્ય ભાગમાં રહેલુ આ વેતામ્બર મદિર ૧૪૨ ફુટ ઊંચુ, ૧૫૦ ફુટ લાંબુ અને ૧૦૦ ફુટ પહેાળું છે. આ મંદિરનું ઉચ્ચત્તમ શિખર ૨૭.૫ મીટર, રગ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org