________________
પાટણ તીર્થ દર્શન
[૧૫]
આ પ્રાસાદ જમીનની સપાટીથી ૭૫ ફુટ ઊંચો તેમજ વિરાટકાયથી બેનમૂન ભવ્ય કલાત્મક દેવકુલિકાઓથી શોભાયમાન દેવવિમાન જેવો શેભી રહ્યો છે.
આ નૂતન દહેરાસર આબુની ભવ્યકલાનું સ્મરણ કરાવે છે. હજારો વર્ષો સુધી ભાવુક આત્માઓને પ્રેરણાના પાન કરાવી પરમાત્મતત્વનું દર્શન કરાવશે અને પૂર્વ પ્રસિદ્ધ પાટણની જવલંત કીર્તિ દિગંતવ્યાપી બનાવશે.
શ્રી પંચાસરા પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમા અલૌકિક અને ચમત્કારી છે. તેમ આ બાવન જીનાલય પણ ભવ્ય બન્યું છે. પ્રાસાદ અને પ્રતિમાઓના નિર્માણ દ્વારા અનેક ભવ્યાત્માઓએ શિવપદ પ્રાપ્ત કર્યું છે. જગતના નિર્માણમાં પ્રાસાદ અને પ્રતિમાઓનું નિર્માણ એ સર્વોપરી શાશ્વત નિર્માણ છે.
આ બેનમૂન શ્રી પંચાસરા પાર્શ્વનાથના મંદિરમાં જે કલાત્મક દર્શનીય દ્રા છે તે જોવાનું રખે ભૂલતા ૧ કળામય શિખર ૨ શિખરની જંગી ઉપરના ઉપરા ઉપરી ગવાક્ષે ૩ ઘુમ્મટની અંદરની કતરણી ૪ દહેરાસરનું મડવર, શિખરનું ગવાક્ષ શામરણના અંશનું
કય. ૫ કલામય મૂર્તિઓના સ્વરૂપે ૬ શામણાનું દ્રશ્ય કલાત્મક છે. ૭ મડવરનું દ્રશ્ય પણ અદ્ભુત છે. ૮ મડેવર ઉપરના દેવ-દેવાંગનાઓના કલામય સ્વરૂપો ૯ સરસ્વતીદેવીની કલાત્મક મૂર્તિ. ૧૦ વનરાજની પ્રતિમા. ૧૧ ગુરૂમંદિરમાં પૂ. જોતીધરે ને આચાર્ય પ્રવરે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org