________________
૮૦
પવિત્રતાને પંથે
તેના પોતાના છે, છતાં જો તેવા મનુષ્ય થાંભલા પર દ્વેષ કરે તા તેની આ અજ્ઞાનતા વાસ્તે આપણા હૃદયમાં દયા જ આવે.
આ દ્વેષનું મૂળ અજ્ઞાન છે. જે વતુએ ખરી રીતે આત્માની નથી તેને આપણી માનીએ છીએ, અને પછી તે વસ્તુઓના કાઇ નાશ કરે, અથવા તે વસ્તુએ કેાઇ આપણી પાસેથી લઇ લે ત્યારે તા તેના પર ક્રોધ પ્રકટે છે. દ્વેષ પ્રકટવાનાં ખીજા કારણા ક્રોધ કે અભિમાન છે. મનુષ્યને જ્યારે ક્રોધ વ્યાપે છે ત્યારે તે દ્વેષરૂપે પ્રકટ થાય છે. હું બીજા કરતાં મેાટા છુ, હું જ્ઞાની છું, તપસ્વી છું, ધનવાન છુ', એવા કોઇ પણ અભિમાનના વિચાર આવતાં તે મનુષ્ય બીજાઓને હલકા ગણે છે, બીજાએ પ્રતિ તિરસ્કારની દ્રષ્ટિથી જુએ છે અને આ તિરસ્કાર વૃદ્ધિ પામતાં દ્વેષનુ રૂપ લે છે.
આ દ્વેષમાંથી અનેક અશુભ પરિણામ આવે છે. દ્વેષ પ્રથમ વિચારમાં પ્રકટે છે, પછી અસભ્ય, તિરસ્કારભર્યા વચના કે મ્હેણાં રૂપે પ્રકટે છે અને તેથી ન અટકે તે છે કલહ-કંકાસ અને છેવટે યુદ્ધરૂપે પ્રકટે છે.
જ્યાં કાઇ પણ મનુષ્ય ઉપર આપણને દ્વેષ પ્રકટે ત્યાં તેની સારી બાજુ જોવાને આપણે અસમર્થ બનીએ છીએ. તેની કાળી બાજી જ નજરે પડે છે, કેાઇ તેના ગુણનુ વર્ણન કરે તેા આપણાથી તે સહન થતું નથી, અને કોઇ તેના છતા કે અછતા દોષનું વર્ણન કરે તે આપણે તે તરત માની લઇએ છીએ.
દ્વેષ પ્રથમ નાની ખામતમાંથી જન્મે છે. પહેલાં એ મનુષ્યેા વચ્ચે સહેજ અણુમનાવ થાય છે, પણ સમય જતાં
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org