________________
રામવિરમણ તે તેને તેના આત્માના વિકાસમાં મદદગાર થાય છે અને વસ્તુઓનું અસારપણું જાણેલું હોવાથી વસ્તુઓના ભાવે તેમજ વિગે તે મનની સમતોલવૃત્તિ જાળવી રાખે છે, કારણ કે હવે તે વસ્તુઓની ખરી કિંમત આંક્તાં શીખે છે. પણ જેઓ કાચા વૈરાગી છે, જેઓ રાગને અનુભવ્યા વિના વૈરાગ્ય ગ્રહણ કરે છે, તેને પતિત થવાને ઘણે સંભવ રહે છે, અને એવા ઘણા દાખલા આપણને મળી આવે છે, માટે વસ્તુઓની ખરી કિંમત સમજવી જોઈએ. જગતના જેટલા પદાર્થો છે તેમાં ત્રણ અવગુણ છે. તેઓ ક્ષણિક સુખ આપનાર છે, તે સુખદુઃખગર્ભિત છે અને વળી તે મળ્યા પછી પાછી બીજા સુખની આકાંક્ષા રહ્યા કરે છે, માટે અનંતકાળ સુખ આપી શકે તેવા પદાર્થ જે જગતમાં હોય તો પછી કયે એ જીવ ક્ષણિક સુખ આપવાવાળા પદાર્થમાં લુબ્ધ રહે ? મનુષ્યને પોતાની પાસે રહેલી આત્મિક દોલતનો ખ્યાલ નથી, તેથી જ તે બાહ્ય વસ્તુઓમાં સુખ શોધવા મથે છે, પણ અન્ત તે થાકે છે. કસ્તુરીઓ મૃગ પોતાની નાભિમાં કસ્તૂરી હોવા છતાં, તેની સુગંધ આવતાં આખા જંગલમાં તે સુવાસ મેળવવા મથે છે, પણ અંતે થાકે છે ત્યારે પોતાની નાભિ તરફ દષ્ટિ કરે છે. તેમ જીવને પિતાને સ્વભાવ આનંદ છે. તેને ખબર નથી કે આનંદ મારા પોતાનામાં છે, તેથી તે બહાર શોધવા ફરે છે. જુદી જુદી વસ્તુઓમાં અને મનુષ્યમાં તે શોધે છે. તેના પિતાનામાં તે રહેલો હોવાથી તેને બહારથી તે આનંદની કાંઈક ઝાંખી થાય છે, પણ તેને પૂર્ણ આનંદ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org