________________
१४
- પવિત્રતાને પથે
રમાં બેસવું પડે છે. આપણા અનેક સ્થળે બંગલાઓ હોય પણ એક વખતે એક જ બંગલાને આપણે ઉપભેગ કરી શકીએ છીએ. ખાવા માટે ૫૦ પ્રકારની વાનીઓ તૈયાર હોય, પણ આપણે તે આપણું શરીરને માફક આવે અને આપણાથી પચાવી શકાય તેટલી જ વાનીઓ ખાઈ શકીએ છીએ; છતાં જીવની લોભવૃત્તિની કાંઈ મર્યાદા છે? વસ્તુઓ મળતાં લેભની શાંતિ નહી થતાં ઊલટો લેભ વધે છે. એ જ તેનું વિચિત્રપણું છે. અગ્નિમાં ઘી નાંખવાથી અગ્નિ શાંત નહિ થતાં વૃદ્ધિ પામે છે, તેવી જ રીતે આપણી કામનાની વસ્તુ પ્રાપ્ત થતાં તેવી જાતની વિશેષ વસ્તુઓ મેળવવા હૃદયમાં વૃત્તિ ઉદભવે છે.
લેજના ગેરફાયદા ઘણા છે. મનુષ્ય લાભને ખાતર અસત્ય બોલે છે. ગમે તેવું જૂઠું બોલતાં તે જરા પણ અચકાતો નથી. જૂઠી સાક્ષી આપે છે, જૂઠા દસ્તાવેજો લખે છે. લેભી મનુષ્યમાંથી દયા તો દૂર જ ભાગે છે.
स्वामिगुरुबन्धुवृद्धानबलाबालान् जीर्णदीनादीन् । व्यापाद्य विगतशंको लोभातों वित्तमायत्ते ।।
લેભને વશ થયેલે પુરુષ પિતાના માલીક, ગુરુ, બધું, વૃદ્ધ, સ્ત્રી, બાળક તથા ક્ષીણ, દુર્બલ અને અનાથાને પણ શંકા રહિતપણે મારીને ધન ગ્રહણ કરે છે. “It is the root of all evil” લેભ સર્વ અનર્થોનું મૂળ છે. આથી મનુષ્ય ઘાતકી અને નાદાન થાય છે. બીજાઓના વૈભવની ઇર્ષા કરે છે, પોતાના હાથ નીચે મૂકાએલા નિરાધારનું ધન
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org