________________
પવિત્રતાને પંથે
કુકમ ઢાંકવાને ગમે તે પ્રયત્ન કરવામાં આવે, છતાં તે પિતાની મેળે પ્રકટ થાય છે. અને જ્યારે આમ થાય છે ત્યારે લોકોને તેના પરથી વિશ્વાસ ઊઠી જાય છે. પછી ગમે તે સારાં કામ કરે, તે પણ લેકે તેનાં તે કાર્યો પર અવિશ્વાસ અને શંકાની નજરથી જુએ છે.
વળી કપટ કરનારને અસત્યની પરંપરા કરવી પડે છે. પોતે અમુક કપટ કરેલ છે તે છુપાવવાને બીજા કપટોને તેને આશ્રય લેવો પડે છે. વળી તે છુપાવવાને વધારે ભયંકર કપટનાં કામ કરવાં પડે છે. આ રીતે તેવી માયાજાળ એટલી બધી વધી પડે છે કે પોતે જ પોતે રચેલી જાળમાં ફસાય છે અને કપટ બહાર પડતાં વાર લાગતી નથી,
કપટ કરનાર નિરંતર ડરતે રહે છે. તેને જરા પણ શાંતિ મળતી નથી. કયારે પોતાનું કપટ બહાર પડશે તે ભય રહ્યા જ કરે છે અને તેથી જગતમાં ખોટી રીતે મેળવેલી માન પ્રતિષ્ઠાની વચમાં પણ તેનું હૃદય સળગતું હોય છે. સર્વ ધર્મની ક્રિયાઓમાં પણ ફળને આધાર મનુષ્યના ભાવ ઉપર રાખેલ છે. જે મનુષ્ય લોકેને બતાવવાને, ધમી તરીકે ગણાવાને અને ધર્મના બહાના હેઠળ પિતાનાં કુકમ છુપાવવાને બહારથી ધર્મક્રિયાઓ કરે છે તે ક્રિયાઓમાં તેને ભાવ હેતે નથી તેથી તેને તેનું યોગ્ય ફળ મળતું નથી. આવા મનુષ્ય બકવૃત્તિવાળા કહેવાય છે.
बकवृति समालम्ब्य, वंचकैवंचितं जगत् ॥ બગલા જેવી વૃત્તિ રાખી આવા માયાવી પુરુષોએ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org