________________
-
-
--
માનવિરમણ
આ વિષય પૂર્ણ કરતાં એક બાબત ખાસ વિચારવા જેવી છે. મનુષ્ય ખોટા અભિમાનનો ત્યાગ કરવો, પણ જેને સ્વમાન (self-respect) કહે છે તે તે સાચવવું; કારણ કે સ્વમાનવાળા પુરુષે ઘણાં ખાટાં કામ કરતાં અટકે છે. તેઓ પોતાના સ્વમાનને લીધે જ કેટલાંક હલકાં કામ કરવાને વિચાર સરખો પણ કરતા નથી, માટે આવું સ્વમાન, એ પ્રશસ્ત માન છે. જો કે છેવટની સ્થિતિમાં તે પણ પ્રશસ્ત ક્રોધની માફક ત્યાજ્ય છે, પણ શરૂઆતમાં તે ઘણું જીવોને સીધે માર્ગે દોરવાના કારણભૂત બને છે. આ સંબંધમાં જ્ઞાનાવમાં કહ્યું છે કે –
गणरिक्तेन किं तेन. मानेनार्थः प्रसिद्ध्यति । तन्मन्ये मानिनां मानं, यल्लोकद्वयशुद्धिदम् ॥ - જ્યાં ગુણ નથી ત્યાં એવા ખાલી માનથી શું અર્થસિદ્ધિ થવાની હતી? પણ જે માનથી આ લેક તથા પરલેકમાં શુદ્ધિ મળે, તે માન ખરું માન કહેવાય. આ માન તે સ્વમાન છે. પિતાના આત્માની શક્તિઓનું ભાન થવાથી આ માન પ્રકટે છે અને તે મનુષ્યને સબળ બનાવી ઉન્નતિને માગે લઈ જાય છે. જેને આત્માની અનંત ત્રાદ્ધિનું ભાન થયું હોય, તે બહારની વસ્તુઓ આવે કે જાય તે પર વિશેષ લક્ષ આપતું નથી. વસ્તુના સદ્ભાવે ફેલાઈ જતે નથી; તેમજ વસ્તુના અભાવે દીન બની જતે નથી; કારણ કે આત્મશક્તિ એ વસ્તુઓ ઉપર આધાર રાખતી નથી પણ અંદરથી જ પ્રકટ થાય છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org