________________
પવિત્રતાને પંથે
नाशांवरत्वे न सितांवरत्वे, न तत्त्ववादे न च तर्कवादे । न पक्षसेवाश्रयणेन मुक्तिः, कषायमुक्तिः किल मुक्तिरेव ॥
મુક્તિ ભવેતાંબરમાં, દિગંબરમાં, તત્વવાદમાં કે તર્કવાદમાં નથી. તેમજ અમુક પક્ષને આશ્રય લેવાથી પણ મુક્તિ નથી. કષાયથી મુક્ત થવું તેનું જ નામ મુક્તિ છે. આ ચાર કષામાં પ્રથમ ક્રોધ છે માટે તેને આ પ્રકરણમાં વિચાર કરશું.
ક્રોધ એટલે મન અને શરીર આત્માને વશ નહિ રહેતાં અમુક આવેશમાં આવી પોતાની ઈચ્છા પ્રમાણે વર્તે તે સ્થિતિ. ક્રોધ એ થોડા સમયનું ગાંડપણ છે અને પોતાને પ્રતિકૂળ સ્થિતિ લાગતાં તે વૃતિ ઉદ્દભવે છે. આપણને અમુક વસ્તુ, સ્થિતિ અથવા મનુષ્ય પ્રિય હોય, તેની પ્રાપ્તિમાં જે કઈ વિઘ નાખે તેના પર આપણે ક્રોધ કરવા દોરાઈએ છીએ. વાઘs ગયા અમુક વસ્તુ વાસ્તની આપણામાં ઈચ્છા–કામ હોય, તે વસ્તુ મેળવવામાં જ્યારે વિના આવે છે ત્યારે વિન્ન કરનાર મનુષ્ય પ્રત્યે જે રેષની લાગણું ઉદ્દભવે છે તેને ક્રોધ કહેવામાં આવે છે.
ક્રોધ એ અગ્નિ સમાન છે, પણ બધા મનુષ્યમાં તે અગ્નિ એક સરખો હોતો નથી. ક્રોધના ઉગ્રપણું પ્રમાણે શાસ્ત્રકારોએ તેના ચાર વિભાગ પાડ્યા છે. સાથી ઉગ્ર ક્રોધને “અનંતાનુબંધી” કહેવામાં આવે છે અર્થાત્ તે કોઇની પરંપરા ચાલે છે. તેનાથી ઓછા ઉગ્ર ક્રોધને
અપ્રત્યાખ્યાની” કહેવાય છે. અહીં ક્રોધના નિવારણ માટે કાંઈ પણ પ્રયત્ન કરવામાં આવતો નથી. ત્રીજા પ્રકારના ક્રોધને પ્રત્યાખ્યાની' કહે છે. તે અપ્રત્યાખ્યાની કરતાં ઓછો ઉગ્ર
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org