________________
પવિત્રતાને પંથે
(૨) સર્વ જાતનાં ધાન્ય. (૩) અલંકાર અને વગર ઘડેલું સુવર્ણ. (૪) અલંકાર અને વગર ઘડેલું રૂપું. (૫) જમીન, ગામ, શહેર, બગીચે વગેરે. (૬) મહેલ, ઘર, હાટ અને વખાર વગેરે. (૭) નેકર, ચાકર, દાસ, દાસી વગેરે. (૮) ગાય, ભેંસ, હાથી, ઘોડા, અન્ય વાહને વગેરે. (૯) ઘર વ્યવહારને ઉપયોગી તમામ વસ્તુઓ.
આ નવ પ્રકારમાં જગતમાં મળી આવતી તમામ ચીજોને લગભગ સમાવેશ થાય છે.
આ બધી વસ્તુઓ આપણને એક યા બીજી રીતે ઉપયોગી લાગે છે, માટે તે મેળવવા અથવા તેને સંગ્રહ કરવા આપણને ચિ થાય છે. જ્યાં સુધી જગતને વ્યવહાર છે ત્યાં સુધી મનુષ્યને ઘણું વસ્તુઓની જરૂર પડે છે, અને તે વસ્તુઓ મેળવવાને ધનની જરૂર પડે છે.
આપણું પિતાની આજીવિકા માટે તથા આપણું આશ્રિતના ભરણપોષણ માટે ધનની જરૂર છે. ધર્મને માટે પણ ધનની જરૂર પડે છે. સાધુસંત નિમિત્તે પણ ધન ખર્ચ - વાની જરૂર પડે છે. તીર્થસ્થાનને ઉદ્ધાર, સ્વધર્મ બંધુએનું રક્ષણ, ગુર્નાદિને સત્કાર, નિરાધારને ઉદ્ધાર–આ સર્વ કાર્યો માટે પણ ધન આવશ્યક છે. ધન જાતે ખોટું નથી. તે એક શક્તિ છે અને શક્તિને સદુપયેાગ તેમજ દુરુપયેાગ થઈ શકે છે. ધનથી ઉપર જણાવ્યા પ્રમાણે લાભ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org