________________
મૈથુનવિરમણ કરવું અને તે માટે ઉચ્ચ પ્રકારના માનસિક વિષયમાં અથવા ઉપર જણાવેલી લાગણુઓ પ્રકટ કરવાના કોઈ પણ માર્ગમાં પોતાની શક્તિનો ઉપયોગ કરે એ લાભકારી છે.
બધા મનુષ્ય સર્વથા બ્રહ્મચર્ય ન પાળી શકે એ સમજાય તેવી વાત છે, માટે ગૃહસ્થાએ સ્વસ્ત્રમાં સંતોષ માનવો અને ત્યાં પણ પ્રજોત્પત્તિના હેતુ સિવાય સ્થલ સમાગમ કરે નહિ. ગૃહસ્થાશ્રમ એ જીતેંદ્રિય થવાનું શીખવનારી શાળા છે. મનુષ્ય ગૃહસ્થાશ્રમમાં રહીને ધીમે ધીમે પોતાની વૃત્તિ પર કાબૂ મેળવતાં શીખે છે. આ વૃત્તિ ઉપર એક જ ફટકે જય મેળવી શકાય નહિ. મનુષ્ય તે વૃત્તિ પર જય મેળવવા પ્રયત્ન કરે તેમાં તે કેટલીક વાર નિષ્ફળ પણ જાય, વળી ફરીથી પ્રયત્ન કરે, વળી નિષ્ફળ જાય, એમ કરતાં કરતાં દઢ નિશ્ચયથી તે આ વૃત્તિ પર જય મેળવી શકે.
આ વૃત્તિને કાબુમાં રાખવાનું કામ કઠન છે; એ તો સર્વ કઈ જાણે છે અને આ જગતમાં જે રોગ ને નિબ. ળતાઓ પેદા થાય છે, તેનું મોટું કારણ આ વૃત્તિ ઉપરના નિગ્રહનો અભાવ છે. बलवानिन्द्रियग्रामो, विद्वांसमपि कर्षति ।
ઈન્દ્રિયનો સમૂહ બળવાન છે અને તે વિદ્વાનને પણ ખેંચી જાય છે, માટે જ આ વ્રતને મોટું રૂપ આપવામાં આવ્યું છે. બ્રહ્મચર્ય પાલન માટે અને ઇન્દ્રિયનિગ્રહ માટે નીચેના વિચારો તથા આચારે ઉપયોગી થશે એમ લાગે છે.
પ્રથમ તે બધા અનર્થોનું મૂળ અશુદ્ધ વિચાર છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org