________________
હિતશિક્ષા
(રાગ–અરે જીવ ! શીદને ક૯૫ના કરે.)
સુભાગી ! માહ મમતમાં ચરે, મનુજનો જન્મ વૃથા ક્યાં કરે ?-ટેક. ધન જોખન સુખ સ્થિર તું માને, આશા મુઠ્ઠી ધરે; દેભ પાનની જલબિન્દુ સમ, આયુષ્ય ઓછું' કરે. સુભાગી૧ સત્તાધારી ચક્રવતીઓ, કાળ ઝપાટે ડરે; કાળ-ચક્રના વેગ નિરાળા, તેથી સૌ થરથરે. સુભાગી૨
ક્ષણિક સુખના મોહ નકામા, મૂઢ બની કયમ ફરે ? ધન સત્તાના ગર્વ તજી દે, આત્મવૃદ્ધિ એ હરે. સુભાગી... ૩
જ્ઞાન દયાન તપ જપ સં યમથી, કષાય તું પરહરે, મોક્ષધામનાં સાચાં સાધન, એથી નર ઉદ્ધરે. સુભાગી ૪ માયા મમતા જે નર છાડે, અજિતપદને વરે; મુનિ હેમેન્દ્ર પ્રભુ-સ્મરણ થી, ભવસિધુને તરે. સુભાગી ૫
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org