________________
RRRRRRRRRRRRRRRRRRRRRIS
ત્યાર પછી કેટલેક કાળે આ દેરાસરજીનો જીર્ણોદ્ધાર વિગેરે થયેલ છે, જે અને ભદ્રેશ્વરજીની પંચતીર્થીએ જનાર આ સ્થાનની યાત્રાનો અવશ્ય લાભ
ભે છે.
અજારા પાર્શ્વનાથ
અયોધ્યામાં સૂર્યવંશી વિજય રાજા હતો. તેનો પુત્ર પુરંદર, પુરંદરનો કીર્તિધર, અને કીર્તિધરનો સુકોશલ નામે પુત્ર થયો. તેનો મરીને સિંહણ થયેલી પોતાની સહદેવી માતાથી ઘાત થયો. તેનો પુત્ર હિરણ્યગર્ભ અને હીરણ્યગર્ભનો નહુષ થયો. નહુષરાજાની રાણી શુદ્ધ સતી હતી. તેની રાજ્યપરંપરામાં ચોવીશમો કકુસ્થ રાજા થયો, તેનો પુત્ર રઘુ હતો, તે રઘુના
પુત્ર અનરણ્ય (અજયપાલે) પોતાનું રાજ્યનગર સાકેતપુરને ઠરાવ્યું. તે એક દિવસે શત્રુંજયની યાત્રા કરી દ્વિીપનગર (દીવબંદરે) આવ્યો, અને શરીરમાં રોગની પીડા ઘણી હોવાથી કેટલોક કાળ ત્યાં સ્થિરતા કરી રહ્યો.
આ અરસામાં રત્નસાર નામે વ્યવહારિયો સમુદ્રયાત્રામાં હતો, તેના છે વહાણને મધ્યસમુદ્રમાં પ્રતિકુલ સંયોગો ઉભા થયા, વાદળાં ચઢી આવ્યા, અને પવન પણ જોસથી ફૂંકાવા લાગ્યો. કોઈ પણ રીતે વહાણ કાબુમાં ન રહ્યું, ત્યારે નાવિકે વિચાર્યું કે તરંગના પ્રહારોથી વહાણને મનુષ્યોની સાથે નાશ થશે, મારા જીવતાં આ ત્રાસદાયક બનાવ બને તે કોઈ પણ રીતે ઠીક નથી, માટે હું મારો અંત પ્રથમ લાવું એ વધારે હિતકર છે. આ ભાવનાથી તે સમુદ્રમાં પડવા તૈયાર થયો, તેવામાં એક મધુર અદશ્ય વાણી થઈ કે
“તમે કોઈ ભય પામશો નહિં, આ સ્થાને કલ્પવૃક્ષના પાટીયાના સંપુટમાં આ પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમા છે, જેને લાખો અને હજારો વર્ષ સુધી ઘરણે આ
કુબેરે તથા વરૂણે પૂજેલ છે. હમણાં અજયપાલના ભાગ્યથી તે પ્રતિમા અહિં છે આવેલ છે, માટે તેને સમુદ્રમાંથી બહાર કાઢી દ્વિીપનગરમાં રાજાને અર્પણ છે કરજો. હું પ્રતિમાની અધિષ્ઠાત્રી દેવી પદ્માવતી છું, અને આ ભયંકર પ્રસંગ પણ મેં ઉપસ્થિત કરેલ છે.”
(૪૮)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org