________________
ઘનપાલ શેઠે + + + પ્રતિમાની પ્રતિષ્ઠા કર્યાનો બીજો શીલાલેખ છે.
શ્રી વિજયહીરસૂરીશ્વરના સમયમાં લોઢણપાર્શ્વનાથના મંદિરોને કમાડ ચડાવાતા ન હતા, પણ, કદાચ કમાડ (કાર) ચડાવી બંધ કરતાં તે બારણાં સવારે કેટલેય દુર જઈ પડેલા દેખાતા હતા. આવી ચમત્કારી બાબતોથી પંકાયેલું આ તીર્થ ત્રણ સૈકા પર્યત બહુજ ગુપ્ત દશામાં રહ્યું હતું, જેથી તે માંહેલી જીનમૂર્તિઓ ન ઓળખી શકાય તેવી સ્થિતિમાં હતી, પણ છેલ્લા દશ વર્ષ થયાં આ તીર્થસ્થાન પાછું ફરી પ્રગટ થયું છે.
આ ગામ અમદાવાદ જીલ્લાના કલ્લોલ ગામથી બે કોષ દુર છે, જે છે ગામનું ચાલુ નામ સેરૈયા છે. તે ગામની પૂર્વ દિશાએ એક ચમત્કારી ઉભી ”િ જીનમૂર્તિ હતી, જેને લીધે વિશેષ તપાસ કરતાં એક આરસનું મંદિર ત્રણ { (ચાર)જીનમૂર્તિઓ અને બે કાયોત્સર્ગી જીનમૂર્તિઓ મળી આવી છે. જેને
હાલ ગામમાં આસ્થાન મંડપ કરી તેમાં પધરાવેલ છે.
આ .
આ તીર્થની જાહોજલાલી વધતી જાય છે, યાત્રાળુ પણ નિરંતર આવ્યા જાય છે, અને અહીં વિજય નેમિસૂરીશ્વવરના ઉપદેશથી અમદાવાદના વતની શા. સારાભાઈ ડાહ્યાભાઈએ લગભગ ત્રણ લાખ રૂપૈયા ખર્ચે નવું જીનમંદિર તૈયાર કરેલ છે. જેથી હવે અહીં ટુંક મુદતમાં નવી પ્રતિષ્ઠા થશે.
વામજ )
કલોલથી ચાર કોશ વામજ ગામ છે, અહિં ત્રીભોવન કણબીના ઘર પાસેની પડતર જમીનમાં પ્રથમ વિશાળ જનમંદિર હતું, અને સેરિસાથી અહિં સુધિ એક ભોંયરું હતું પણ કાળાંતરે તે મંદિરનો નાશ થયો હતો, અને તેમાંના કાઉસગ્ગીયાના પરઘરથી પાસેના મહાદેવના મંદિર તૈયાર થયા હતાં, પણ લોકોને આ ભૂમિ પ્રત્યે કાંઈ વિશેષ આસ્થા હતી, અને અવારનવાર ઘોળી મુછાળો નાગ દેખા દેતો હતો.
(૩૮)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org