________________
KAZININININNNNNNN
યયયયયયયયયયય
ગયેલું હોવું જોઇએ પણ તેનો કોણે નાશ ર્યો હશે તે કળી શકાતું નથીમુસલમાનોયે તેનો નાશ ર્યો હોય એ તો બનવું સંભવીત નથી. કદાચ તે શહેરનો નાશ બ્રાહ્મણોની ધર્માંધતાને લીધે થયો હોય એ સંભવીત છે.
આ પ્રમાણે મી. ભાંડારકર પણ પોતાના રીપોર્ટમાં નોંધ લ્યે છે અને અમુક અંશે તે બીના પાસીલના બનાવ સાથે મળતી આવે છે.
આરાસણના મંદીરમાં મુખ્ય સિંહાસને સં. ૧૬૭૫ માં વિજ્યદેવ સૂરિના શિષ્ય પંડિત કુશલસાગરજીએ સ્થાપેલ નેમિનાથનું બીંબ છે. અહીં વિક્રમની બારમી, તેરમી ચૌદમી અને સત્તરમી સદીની મૂર્તિઓ છે.
આ મંદીરના બે દરવાજા બંધ કરી દેવામાં આવ્યા છે પણ તેમ થવાનું શું કારણ, તે મળી શકતું નથી.
બીજા મંડપમાં નંદીશ્વરનો આકાર અને ઋષભનાથની મૂર્તિ છે જેની ઉપર સં. ૧૬૭૫ની નોંધ છે
આ સિવાય નવાંગીવૃતિકાર શ્રી અભયદેવસૂરિ સંતાનીય ચંદ્રસૂરિ અને પરમાનંદસૂરિયે કરાવેલ પ્રતિષ્ઠાના સં. ૧૩૦૫ થી ૧૩૬૫ સૂધીના ઘણા શીલાલેખો છે માત્ર જમણી તરફના દરવાજામાં જ સં. ૧૩૪૫માં પરમાનંદસૂરિયે પ્રતિષ્ઠા કરેલ ૧૯ જીનમૂર્તિ છે તેમજ ચંદ્રગચ્છીય રત્નપ્રભસૂરિ શિષ્ય પરમાનંદ સૂરિના ઉપદેશથી સં. ૧૩૧૦ના વૈશાખ વદી ૫ ગુરૂવારે પોરવાલ આસપાળે અરિષ્ટનેમિનાં મંદિરનો મંડપ બનાવ્યો તેનો શીલાલેખ એક સ્તંભ ઉપર સાચવવામાં આવેલ છે. મંદીરના ગભારા બહાર એકંદરે ૧૬૪ જીનમુર્તિ છે.
શંખેશ્વર પાર્શ્વનાથ
કાળગણનામાં છ આરાનો એક “અવસર્પીણી’' ને છ આરાનો ઉત્સર્પિણી થાય છે. આ દરેક ઉત્સપ્પણી ને અવસર્પિણી કાળોમાં જુદાજુદા ચોવીશ ચોવીશ તીર્થંકરો થાય છે. આ ચાલુ અવસર્પીણીમાં ઋષભનાથથી મહાવીર સ્વામી સુધીના
(૩૨) રચ
For Personal and Private Use Only
Jain Educationa International
www.jainelibrary.org