________________
ARRERSTURRRRRRRRRRRRRRRR
કરાવવા સબંધેનો સંઘની આજ્ઞાનો શીલાલેખ મોજુદ છે જેની ઉપર અત્યારે ચુનો જે છંટાઈ ગયેલ છે. વિશેષ માટે જાઓ. પ્રા. શૈ. લે. સં. ભાગ. ૨)
આદીશ્વર ભગવાનની ટુંક પાસે કેશવજી નાયકની નાની ટુંક છે તેમાં સંવત ૧૬૧૮ થી ૧૮૪૮ સુધીના જીનાલયો છે.
આ પ્રમાણે પહેલી ટુંકમાં બારમી સદી સુધીના મંદિર કવચિત દ્રષ્ટિગોચર થાય છે બારમા અને પંદરમા સૈકા વચ્ચેના બહુ મંદિર છે. સોળમાં સૈકાના માત્ર ત્રણ છે (બર્જેસનું ઇન્સકીડન્સ) સત્તરમી સદીથી આજ સુધીના બનેલા સંખ્યાબંધ છે અને હજી ઘણાં નવા જીનાલયો બંધાતા જાય છે.
સહસ્ત્રફૂટ આદિ કેટલીક મૂર્તિ સિવાય બાકી દરેક મંદિરોમાં કુલ જીનમૂર્તિ ૧૧૫૪૧ હોવાનું થોડા વખત પહેલાં નોંધાયું હતું હમણાં તેમાં જુજ સંખ્યાનો વધારો પણ થયો હશે આ સિવાય કેટલીક ખંડિત પ્રતિમાઓ પણ છે તે દરેકની ઉપર સાલવારીની નોંધમાં સં. ૧૧૩૧,૮૫,૮૭,૧૨૮૦,૮૧,૧૩૧૦, ૧૪, ૪૦, ૭૦, ૭૧, ૯૧,૧૪૧૮, ૩૦, વિગેરે વર્ષો કોતરેલા છે.
પહેલી ટુંકમાં કેટલેક સ્થળે શીલ્પકળાના એવા તાદષ્ય ચિત્રો છે જાણે કે તદન ખરાં જ હોય. ખરેખર શત્રુંજયની આ ટુંક સર્વ ટુંકો કરતાં વધારે નિરીક્ષણીય
આદીશ્વર ભગવાનની ટુંકના કંપાઉંડ બહાર બીજી આઠ ટુંકો છે જેનો વિસ્તાર પહેલી ટુંક કરતાં નાનો છે તેની સંક્ષિપ્ત સાલવારી નીચે પ્રમાણે મલી શકે
૨. મોતીશાની ટૂંક – તે મુંબઈના તવંગર શેઠ મોતિશા અમીચંદે સાત લાખ રૂપૈયા ખરચી તૈયાર કરેલ છે જેની પ્રતિષ્ઠા તેના સુપુત્ર ખીમચંદભાઇએ સં. ૧૮૯૩ના મહા વદી ૨ દિને કરેલ છે તેના ચોકની લંબાઈ ૨૩૧ ફીટ અને
પહોળાઈ ૨૪ ફીટ છે. જેમાં પાષાણની પ્રતિમા ૨૪૭૫ પગલાં જોડી ૧૪૫૭ છેિ અને અનેક બીજી મૂર્તિઓ છે.
(૧૧)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org