________________
N N N N N N N N N N N N N N N N N N N N N N N N N N N N N N NPR
ANNPININIS
P P P P P P P P P P P P P P P P P P P P P PR
દેવલોક ગયા. ત્યારપછી જાવડનો આત્મજ જાંજણ સંઘને રૈવતકાચલની યાત્રા કરાવીને સંઘ સહિત પોતાના નિવાસસ્થાને પહોંચ્યો.
ઉદાયન ગયો
ગુર્જરપતિ કુમારપાલે સોરાષ્ટ્રપતિ મુંબર (સમરશી) ને શીક્ષા કરવા માટે વઢવાણમાં સૈન્ય એકઠું કરી મુત્સદી પ્રૌઢ મંત્રી ઉદાયનને સોરાષ્ટ્રમાં મોકલ્યો. પણ સામંતોને વઢવાણમાં મળીને શત્રુંજય પર્વતની યાત્રા કરવા પાલીતાણા આ વખતે અહીં પર્વત ઉપર મુળ જીનપ્રાસાદ લાકડાનો હતો. તે વખતે તે જુનો થઈ જવાથી ઉદાયનને લાગ્યુ કે ઉંદરો દીવાની સળગતી વાટ લઈ આમ તેમ ઘુમ્યા કરે છે આથી આ કાષ્ટ મંદીરનો નાશ થતાં વાર લાગશે નહીં, હું શક્તિમાન્ હોવા છતાં આ જોખમને જેમનું તેમ કાયમ રાખવું તે મને ઉચિત નથી. આ પ્રમાણે વિકલ્પ થવાથી ઉદાયન મંત્રીએ પ્રતિજ્ઞા કરી કે અહીં પાષાણનું જીનચૈત્ય ન થાય ત્યાં સુધી હું બ્રહ્મચારી રહીશ, એકવાર જમીશ, ભુમિપર શયન કરીશ અને તંબોળનો ત્યાગ કરીશ. ત્યારપછી તે વઢવાણમાં આવી સૈન્યને મળ્યો અને સમરશી સાથે યુદ્ધ કર્યું. રિપુના બાણ પ્રહારથી જર્જરીત થવા છતાં તેણે સમરશીને માર્યો પણ એક દિવસે વાગેલા બાણોની અસહ્ય પીડા થવાથી મુર્કીત થઈ પડયો. શીતલ ઉપચારથી મુર્છા પાછી ઉતરી જતાં તેણે પોતાનું મૃત્યુ પાસે જાણી ‘“વાગ્ભટ્ટ શત્રુંજય ઉપર પાષાણ ચૈત્ય બનાવે, આમ્રભટ્ટ ભરૂચમાં મંદિર બંધાવે અને ગીરનારના નવા પગથીયા થાય.' ઇત્યાદિ પોતાની અભિલાષા પોતાના પુત્રોને પહોંચાડવાનું કામ સામંતોને સોંપ્યું અને સમાધિપુર્વક ત્યાં મૃત્યુ પામ્યો. પછી વાગ્ભટ્ટ મંત્રીએ ચૈત્યનો સમારંભ કર્યો. ભમતીવાલું ચૈત્ય કરાવવાથી વંશવૃદ્ધિ થાય છે એવો શીલ્પગ્રંથનો નિયમ હોવાથી સલાટોએ બે વર્ષે ભમતીવાલું ચૈત્ય પુરૂ કર્યુ, પણ પવનરોધ થવાથી ભમતિમાં ફાટ પડી આથી વાગ્ભટ્ટ મંત્રીએ અખેદપણે “કોનો વંશ સ્થીર છે’ ‘‘એતો અનેક ભવોમાં કર્યો છે’ ઇત્યાદિ વચનથી વંશવિષે નિસ્પૃહતા બતાવીને ફરીવાર ભમતિપૂરાવી દઇને ભમતિ વિનાની સજ્જડ પત્થરની મજબુત દીવાલ કરાવી. આ કાર્ય ત્રીશ વર્ષે પુરૂ થયું અને કલિકાલ સર્વજ્ઞ શ્રીમદ્ હેમચંદ્રસૂરીશ્વર આદિ પ્રભાવક પુરૂષોની સમક્ષ સંવત્ ૧૨૧૧ (૧૨૧૩) માં આ મંદિરમાં આદિનાથ પરમાત્માની પ્રતિમાની સ્થાપના કરી. આ ઉદ્ધાર વિધાનમાં
(૪)
GRRRRRRRRRRRRRRRRRRRRRRRR
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org