________________
શ્રી પ્રવચન-માત અધ્યયન-૨૪
૧૩૩ રૂપ વચનગુતિ સમજવી. કાયમુતિ -ઉભા રહેવામાં, બેસવામાં, સૂવામાં, તેવા હેતુથી ખાડા વગેરેના ઉલ્લંઘનમાં, સતપણે ગમન કરવામાં, ઈન્દ્રિયને શબ્દાદિમાં જોડવામાં યાને કાયા સંબંધી સમસ્ત વ્યાપારમાં, અભિવાત માટે આંખ, મુષ્ઠિ આદિ આકાર રૂપ સંકલ્પસૂચક સંરંભમાં પરિતાપકર મુષ્ઠિ આદિના અભિઘાત રૂપ સમારંભમાં અને જીવહિંસા રૂપ આરંભમાં પ્રવર્તતી કાયાને જયણાશીલ મુનિ પાછી વાળે, અટકાવી દે! અને શુભ વ્યાપારમાં પ્રવર્તાવે! અર્થાત્ કાયિક અશુભ વ્યાપારથી નિવૃત્તિ અને શુભ વ્યાપારમાં પ્રવૃત્તિરૂપ કાયગુપ્તિ સમજવી. (૨૦ થી ૨૫-૩૩ થી ૯૩૮)
एयाओ पंच समिईओ, चरणस्स य पवत्तणे। गुत्ती नियत्तणे वुत्ता असुभत्थेसु य सव्वसो ॥२६॥ एताः पञ्च समितयः, चरणस्य च प्रवर्तने । गुप्तयो निवर्त्तने उक्ता, अशुभार्थेभ्यश्च सर्वतः ॥२६॥
અથ–આ પાંચ સમિતિએ સત્ “ચેષ્ટારૂપ ચારિત્રની પ્રવૃત્તિમાં કહેવાયેલી છે, અર્થાત્ ચારિત્રમાં પ્રવૃત્તિ રૂપ સમિતિઓ છે. જ્યારે સર્વ અશુભ મનેટેગ વગેરેથી નિવૃત્તિમાં પણ એટલે સર્વ શુભ મગ વગેરેમાં પ્રવૃત્તિ રૂપ અને સર્વ અશુભ મનાયેગ વગેરેથી નિવૃત્તિ રૂપ ગુપ્તિઓ કહેવાય છે. આ પ્રમાણે સમિતિ અને ગુપ્તિ વચ્ચે ભેદ છે. (૨૬+૯૩૯)
एयाओ परयणमायाओ, जे सम्म आयरे मुणी। सो खिप्पं सव्वसंसारा, विप्पमुच्चइ पंडिएत्तिबेमि॥२७॥
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org