________________
૯૪
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથ–બીજો ભાગ છીએ આવી ચિન્તા-વિચાર શ્રાવસ્તી નગરીમાં રહેલ બંનેના શિખ્યામાં ઉદ્દભ. (૧૧-૮૩૫)
चाउम्जामोय जोधम्मो, जो इमो पंचसिक्खिओ। देसिओ वद्धमाणेणं, पासेण य महामुणी ॥१२॥ चतुर्यामश्च यो धर्मः, योऽयं पञ्चशिक्षितः । देशितो वर्धमानेन, पाचन च महामुनिना ॥१२॥
અથ–મહામુનિ શ્રી પાર્શ્વનાથસ્વામીએ ચાર મહાવ્રત રૂપ ચાતુર્યામ ધર્મ પ્રરૂપે છે, જ્યારે મહામુનિ શ્રી વર્ધમાનસ્વામીએ પાંચ મહાવ્રત રૂપ સાધુધર્મ દર્શાવે છે. અહીં શિષ્યને ધર્મવિષયક સંશય વ્યક્ત કરેલ છે.(૧૨-૮૩૬)
अचेलगो य जो धम्मो, जो इमो संतरुत्तरो। एगकज्जपवन्नाणं, विसेसे किं नु कारणं ॥१३॥ अचेलकश्च यो धर्मो, योऽयं सान्तरोत्तरः । एककार्यप्रपन्नानां, विशेषे किं नु कारणम् ? ॥१३॥
અર્થ-શ્રી વર્ધમાનસ્વામીએ અલક રૂપ આચારધર્મ દર્શાવ્યા છે, જ્યારે શ્રી પાર્શ્વનાથ પ્રભુએ શ્રી વીરસ્વામીની અપેક્ષાએ માન-વર્ણથી વિશેષિત રૂપ સાન્તર અને મહા મૂલ્યપણુએ પ્રધાનરૂપ ઉત્તર વસ્ત્રોવાળે આચારધર્મ કહ્યો છે. એક મુક્તિ રૂપ કાર્ય–ફલને ઉદ્દેશી પ્રવૃત્ત થયેલ બંને પ્રકારના આચારધર્મમાં ભેદનું શું કારણ છે?—આ આચાર૦થવસ્થા ધર્મને સંશય વ્યક્ત કર્યો છે એમ સમજવું. (૧૩-૮૩૭),
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org