________________
-
- -
-
-
-
"
=
હર
પ્રાકથન સંસારની સપાટી ઉપર જીવ અનાદિકાળથી વિવિધ સ્વાંગ સજીને નાટકીયાની જેમ નાટક કરી રહ્યો છે. કર્મ સૂત્રધાર છે. જીવને તે આદેશ–ઈશારા કરીને નાનાવિધ નાચ નચાવી રહ્યો છે. પૂ. ઉપાધ્યાયજી મહારાજ શ્રી વીતરાગદેવની સ્તવના કરતાં મુક્તકંઠે લલકારે છે કેકમ નચાવે તિમહીં નાચત.” અનાદિને નાટારંભ સંસારની રંગભૂમિ ઉપર સતત્ ચાલ્યા કરે છે. આ જીવ પ્રબલ પુણ્યના પ્રતાપે માનવજન્મને મેળવે છે અને તેમાંય નાચ તે નાચ જ પડે છે. માનવની બુદ્ધિ જરા સ્વસ્થ થાય, શાસ્ત્રાધ્યયન કે શ્રવણથી બુદ્ધિમાં સંસ્કાર સિંચાય અને સ્વભાવને દેખી પરભાવને પરિત્યાગ કરીને સ્વરમણતા મેળવે તે જીવને કર્મ જનિત નાચ એ થાય છે અને બાહ્ય રંગ ઉડી જાય છે. આથી તે અંતર્મુખ બને છે અને અત્યંતરના ઉત્થાનમાં ડેકીયું કરે છે. પછી તે કમ ગુહેગારની જેમ લાચાર બને છે. કર્મને જંગ જીતતાં જીવાત્મા કર્મ ઉપર વિજય મેળવે છે–સાચે વિજેતા બને છે.
પ્રાણ માત્રને સંસારનિવાસ એ પરવશતાને – પરાકાષ્ઠાને દારૂણ પાશ છે. સંસારને શાસ્ત્રકાર મહારાજાઓ સાગરની, દાવાનળની અને કેદખાનાની ઉપમાઓ અપે છે, તેમજ પ્રાણુઓને એ ભયંકર સ્થાનમાંથી મુકત થવાની
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org