________________
( ૫ ) તેને જોતાં જ અચળ ભય પામે. દેવદત્તાએ કહ્યું કે-“હે અચળ! આ તેજ રાજપુત્ર મૂળદેવ છે. ” તે સાંભળી અચળે વિલખા થઈને પોતાના સર્વ અપરાધ ખમાવ્યા. પછી કહ્યું કે “હે સ્વામી! તમારા પત્ર શિવાય મને જિતશત્રુ રાજા ઉજજયિનીમાં પ્રવેશ કરવા દેશે નહીં. મૂળદેવે કહ્યું કે હું તારા બધા અપરાધની ક્ષમા કરું છું, તું જા. મારા વચનથી તને જિતશત્રુ રાજા પુરીપ્રવેશ કરવા દેશે.” અચળ ઉજજયિની આભે.
મૂળદેવને રાજા થયેલ જાણુને પિલે સિદ્ધડ વિપ્ર ત્યાં આવ્યું. રાજાએ તેને એક ગામ આપ્યું. મૂળદેવ તે ભવમાં ધર્મ આરાધીને સ્વર્ગે ગયે. અનુક્રમે મેક્ષે જશે.
ઈતિ દાનને ઐહિક ફળ ઉપર મૂળદેવની કથા. - હવે દાનધર્મનું ઉભય લેકમાં પ્રાપ્ત થતું ફળ દષ્ટાંત સહિત કહે છે ધન્નાએ, શાલિભદ્ર તેમજ કયવન્નાએ આલેકમાં ને પરલોકમાં જેમ સુસંપદા પ્રાપ્ત કરી તેમ અન્ય મનુષ્ય પણ જે મુનિરાજને ભક્તિવાન સુશ્રાવક હોય તે તેવી સંપદા પામે તેમાં સંશય નથી. ૧૮૨-૮૩
અહીં ધન્ના શાલિભદ્રની કથા કહે છે
પ્રતિષ્ઠાનપુરમાં જિતશત્રુ નામે રાજા હતા. ત્યાં બીજે ગામથી એક કુટુંબ આવીને રહ્યું હતું. તે કુટુંબને એક પુત્ર દાતા અને વિનીત હતું. તે આજીવિકા માટે લેકેના વાછડા ચારવા લઈ જતું હતું. એક દિવસ વાછડાઓને વનમાં મેલી ઘરે આવીને તેણે પોતાની માતાને કહ્યું કે-“મને ખીર ખાવા દે. ” માતા પાસે ખીર બનાવવાની સામગ્રી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org