________________
( ૩) પ્રકાશિત કર્યો છે. અમને એ છપાયેલ ગ્રંથ આ કાર્યમાં સંપૂર્ણ સહાયક થઈ પડેલ હેવાથી અમે એમના સંશોધકને અને પ્રકાશકને અંતઃકરણથી આભાર માનીએ છીએ.
આ ગ્રંથની અંદર મુનિદાન, મુનિગણ સ્તુતિ, શ્રાવકને ત્યાજ્ય પદાર્થો, જિનપૂજાની મહત્તા, દેવદ્રવ્યાદિકને વિચાર, કુટુંબને એકત્ર કરીને ધર્મોપદેશ આપવાની આવશ્યકતા, વિકથાઓનું સ્વરૂપ વિગેરે કેટલાક વિષયેની વિસ્તાર સાથે પુષ્ટિ કરેલી છે કે જે ખાસ વાંચવા યોગ્ય છે.
આ ગ્રંથની અંદર જેની જેની કથાઓ આપેલી છે તે અનુક્રમણિકામાં બતાવવામાં આવેલ છે છતાં તેની ખાસ જુદી નેંધ પણ આ સાથે આપવામાં આવી છે.
આ ગ્રંથમાં બતાવેલા ૨૯ દ્વાર ત્રીજા પૃષ્ટ ઉપર બતાવેલા હોવાથી તે ફરીને બતાવવામાં આવતા નથી, પરંતુ તે દ્વારના નામ પ્રારંભમાં વાંચી જવાની ખાસ ભલામણ કરવામાં આવે છે કે જેથી આ ગ્રંથની મહત્તાને વાચકેને તરતજ ખ્યાલ આવી શકે.
આ ગ્રંથનું ભાષાંતર અને પ્રફ વિગેરે તપાસી આપવામાં અત્રેના શાસ્ત્રી જેઠાલાલ હરિભાઈ કે જેઓ ઘણા વર્ષોથી સાધુસાધ્વીઓને અભ્યાસ કરાવવાનું કામ કરી રહેલ છે તેમણે પ્રશંસનીય સહાય કરી છે. તેથી તેમને પણ આભાર માનવામાં આવે છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org