________________
ભવરિથતિ, કાયસ્થિતિ વિગેરે પણ તેથી સમજાય છે, અજીવન ભેદ તથા બાકીના તો પણ શાશ્વશ્રવણથીજ સમજાય છે. માટે સર્વ વ્યાપાર તજી દઈને અમુક વખત તે ધર્મશ્રવણ જરૂર કરવું. જીવાદિ પદાર્થોની શ્રદ્ધા પણ તેથી જ થાય છે. તેમાં કદી કાંઈ શંકા પડે તે વિચક્ષણ મનુષ્યએ શું કરવું ? તે કહે છે –
વિચારવિધિમાં નિપુણ મનુષ્ય પદ ને અર્થ સંબંધી સમ્યક પ્રકારે વિચાર કરવો. ભગવતે કહેલ છે તે જ સત્ય છે, સારભૂત છે એમ વિચારવું. તેને ભાવાર્થ પૂર્વાપર સૂત્રાર્થના સંબંધને નહીં ભૂલી જનાર એવા ભાવનાપ્રધાન પુરૂષે વિચાર. સુત્રોમાં બહુવિધ ભાવ જેવાથી જેઓ મૂઢચિત્તવાળા બની જાય છે તેઓ એ વિચાર કરી શકતા નથી. તેથી પરસ્પર અવિરેધીપણે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવની અપેક્ષા રાખીને સ્યાદ્વાદપણાનું ઉલ્લંઘન કર્યા સિવાય તેને વિચાર કરવો. જેમકે મન વચન કાયાથી સર્વ જીવની હિંસા ન કરવી. એવું સામાન્ય સૂત્ર વાંચ્યા પછી જિનાલય કરાવવા વિગેરે અધિકારમાં વિધિપૂર્વક કરવાથી દેષ લાગતું નથી એવું બીજું વિશેષ સૂત્ર વાંચતાં મેહ ન પામવો, શંકા ન કરવી, પણ વિધિસૂત્ર, ઉત્સર્ગસૂત્ર, નિષેધસૂત્ર, અપવાદસૂત્ર-એમ જેમાં જેની સ્થાપના કરવા ગ્ય હોય તેમાં તેની સ્થાપના કરવી. સંશય ન કરવી. ૯૧-૯૪.
સંશય કરવાથી પ્રાપ્ત થતે દેષ બતાવે છે –
તત્ત્વદેહરૂપ સંશયથી મિથ્યાત્વરૂપ પ્રથમગુણરથાનવતપણું પ્રાપ્ત થાય છે. આ સંશય તત્ત્વજિજ્ઞાસાનિરપેક્ષ વિપર્યયની
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org