________________
(૨૮) આવતી કાલે વિતભય નગરે પહોંચશે. ત્યાં જઈને આ પેટી ત્યાંના રાજાને તારે આપવી.” પિલા વણિકે તે સ્વીકાર્યું. અને બીજે દિવસે વાતભય નગરે પહોંચી જવાથી તે પેટી લઈ જઈને કેટલાક ભેટણ સાથે ઉદાયન રાજાને અર્પણ કરી. તે સાથે કહ્યું કે-“આમાં દેવાધિદેવની પ્રતિમા છે, તે દેવને ખરેખર એાળખીને જે આ પેટી ઉઘાડવા પ્રયત્ન કરશે, તેનાથી પેટી ઉઘડશે અને અંદર રાખેલા પ્રતિમાજી પ્રગટ થશે.” રાજાએ અનેક ધર્મવાળાઓને મંત્રી દ્વારા લાવ્યા. તેમણે પોતપોતાના દેવના નામથી સ્તુતિ કરીને પિટી ઉઘાડવા માં પણ ઉઘી નહીં. પછી પ્રભાવતી રાણીએ શ્રી વીરપરમાત્માની દેવાધિદેવપણે
સ્તુતિ કરીને પેટી ઉઘાડવાનો પ્રયત્ન કરતાં ઉઘડી ગઈ. તેમાંથી પ્રગટ થયેલ શ્રી વિરપ્રભુની પ્રતિમા પાસે પ્રભાવતીએ નાટક કર્યું. અન્યદા તેના પતિએ નાટક કરતાં તેનું શિર ન દેખવાથી તેમજ શ્વેત વસ્ત્રને રાતાં દેખવાથી પિતાનું મરણ નજીક જાણી પ્રભાવતીએ દીક્ષા લીધી અને તાપસના ભક્ત એવા પિતાના પતિને તાપસના વ્યતિકરવડેજ પ્રતિબોધ પમાડ્યો.
ઇતિ પ્રભાવતી રાણી કથા. - હવે ભાવપૂજારૂપ નવમું દ્વાર કહે છે–ભાવપૂજા ચૈત્યવંદનરૂપ હોય છે, તે બતાવવા માટે છ ગાથાઓ કહે છે –
દ્રવ્યપૂજા કરી રહ્યા પછી પૂર્વે કહ્યા પ્રમાણે જયવીયરાય રૂપ પ્રણિધાન પર્યત વિધિપૂર્વક ચૈત્યવંદન કરે. પછી અનેક પ્રકારની શેભાવાળે ઉલ્લોચ જિનમંદિરમાં બાંધે. ૭૧.
તે ઉલ્લોચ દેવદુષ્યને અથવા દુકૂળને દુકૂળ શબ્દ તે નામના વૃક્ષની છાલને અથવા લેમન એટલે ઉત્તમ એવા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org