________________
(૨૫) અન્યત્ર પણ કહ્યું છે કે-ગંદકવડે હવણ કરે, કુંકુમાદિવડે વિલેપન કરે, શ્રેષ્ઠ જાતિના પુપિ ચડાવે. પછી ફળ, નેવેર તથા વાઆભરણદિવડે પૂજા કરે. ઉલ્લોચ-ચંદુઆ નવા બાંધે–બંધાવે. ૬૦.
સ્નાત્ર કર્યા પછી સુગંધી અને સુકેમળ વસવડે વિગતમેહ–વીતરાગ એવા પરમાત્માના શરીરને લહે-જળરહિત કરે. ૬૧.
પછી કપૂર(બરાસ), ચંદન અને કુંકુમ (કેશર)વડે જિનબિંબને પરમ ભક્તિવડે વિલેપન કરે. દર.
પછી શ્રેષ્ઠ એવા ચીનાંશુકવડે તેમજ સુગંધી વાસવર્ડ હૃદયને આનંદદાયક એવા ભુવનપૂજ્યની ભક્તિયુક્ત ચિત્તે * પૂજા કરે. ૬૩.
સારા વર્ણવાળા અને સુગંધી શ્રેષ્ઠ પુરવડે નાના પ્રકારની રચના કરીને-હાર વિગેરે ગુંથીને વિચક્ષણ એ શ્રાવક જિનેશ્વરની પુષ્પપૂજા કરે. ૬૪.
પછી શંખ અને કુંદના પુષ્પની જેવા ઉવળ તેમજ અખંડ શાળી અને તંદુળાદિવડે પ્રભુ પાસે અષ્ટમંગળ આળેખે. ૬૫.
અષ્ટ મંગળના નામ કહે છે-દર્પણ, ભદ્રાસન, વર્ધમાન (સંપુટ), શ્રીવચ્છ, મત્સ્યયુગળ, વરકળશ, સ્વસ્તિક અને નંદાવર્ત–આ પ્રમાણેનાં અષ્ટ મંગળ જુદા જુદા આળેખે. ૬૬.
પછી તે અષ્ટમંગળની ઉપર વિશિષ્ટ ચંદનના પાંચ આંગળી વડે થાપા દેય. અને પાંચ વર્ણના પુષ્પ ચડાવી સુભિત બનાવે. ૬૭.
(આ અર્થવાળીજ ૬૮ મી. ગાથા છે.)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org