________________
(૧૦). કરનારા હોય-મૂળોત્તર દોષરહિત વસતિના સેવનારા હેવાથી. એવા છતાં પણ કઈ સર્વદા અપ્રમત્ત ન હોય તેટલા માટે કહે છેભારંડપક્ષીની જેમ અપ્રમત્ત હેય. સમિતિ ગુપ્તિ વિગેરેના સતત ઉપગવાળા હોવાથી સદા જાગ્રત હોય. ૩૩૦.
વળી અપ્રમત્ત છતાં પણ કઈ ગાંભીર્યથી વિકળ હેય. તેટલા માટે કહે છે કે-સમુદ્રની જેવા ગંભીર હેય. પરવાદીઓ જેના મધ્યભાગને (અંતઃકરણને) સમજી ન શકે તેવા હેય. તેમજ પરે આલોચના કરેલ ગુહ્ય દેષને કેઈની પાસે પણ પ્રકાશિત ન કરનાર હોવાથી અગાધ હૃદયવાળા હોય. ગંભીર પણ બધા નિઃપ્રકંપ હોતા નથી, તેથી કહે છે કે મેરૂની જેવા નિઃપ્રકપ હાય. પરિસહ ઉપસર્ગ આવી પડતાં ધર્મધ્યાનમાં નિશ્ચળ રહેનારા હોય. શું એ રીતે નિઃપ્રકંપ જ હેય? તેના ઉત્તરમાં કહે છે કે-સિંહની જેવા નિર્ભય પણ હોય. સાતે પ્રકારના ભયથી વર્જિત હોય. તે સાત પ્રકારના ભય આ પ્રમાણે –
૧. મનુષ્યને મનુષ્યથી ભય તે ઈહલેક ભય. ૨. મનુષ્યને દેવાદિકથી ભય તે પરલોક ભય. ૩. ધનાથી એવા ચેરાદિકથી ભય તે આદાન ભય. ૪. ઘરમાં રાત્રિએ કે દિવસે ભય લાગે તે અકસ્માત ભય. ૫. આજીવિકા કેમ ચાલશે? તેની ચિંતા તે. આજીવિકા ભય. ૬. આ બધું મૂકીને મરી જવું પડશે, એ ભયવાળો વિચાર તે મરણ ભય અને ૭. કઈ પણ કાર્યથી લેકમાં અપયશ થાય તેને ભય તે અપકીર્તિ ભય-આ બધા ભય આચાર્યને ન હોય. ૩૩૧.
વળી છત્રીશ ગુણગણથી અર્થાત્ છત્રીશ છત્રીશી ગુણેથી સહિત હેય. તેને વિસ્તાર સૂરિગુણષત્રિશિકાથી જાણ.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org