SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૧૦) આ પ્રમાણે કહ્યા છતાં પણ જે પ્રમાદને તો નથી તે કાળા નાગને હાથવડે સ્પર્શ કરે છે, વિષને પી જાય છે અને નિધાનને તજી દઈને કાચને ખંડ ગ્રહણ કરે છે. ર૧૮. હે સૌમ્ય ! શ્રદ્ધાવડે સુંદર આશયવાળા ! તું સર્વ કહેલા જ્ઞાનાદિ રત્નત્રયરૂપ મેક્ષમાગને જાણ સતે અને મનુષ્યત્યાદિ સામગ્રીને દુર્લભં જાણતે સતે જે પ્રમાદને તજીશ નહીં તે જરૂર ભવાવમાં ભ્રમણ કરીશ અને પસ્તાઈશ-શેચના કરીશ. કહ્યું છે કે આ દુર્લભ એવા મનુષ્યત્વાદિને પામીને જે જીવ પરલેકનું હિત કરતે નથી તે સંક્રમણકાળે અર્થાત મરણ વખતે અવશ્ય શેચ કરે છે. ; વળી જેમ હાથણના કારણથી બંધનમાં પડેલે હાથી, જળમાં નાખેલી જાળમાં પકડાયેલે મત્સ્ય, વાગુરામાં સપડાયેલ હરણ, ઝાડપર પાથરેલી જાળમાં સપડાયેલ પક્ષી શેચ કરે છે અને પિતાના ઇંદ્રિયવશવર્તિપણાને માટે પશ્ચાત્તાપ કરે છે તેમ જરાવસ્થાને પામેલે અને મૃત્યુ સન્મુખ થયેલે જીવ કર્મના સમૂહથી વ્યાપ્ત થયે સતે-રક્ષણ કરનાર કેઈ નથી એમ જાણતે સતે અત્યંત પશ્ચાત્તાપને પામે છે. વિદ્યુતની લતા જેવા ચંચળ અને અત્યંત દુર્લભ મનુષ્યત્વને પામીને જે પ્રમાદ કરે છે તેને કુત્સિત પુરૂષ જાણવા સપુરૂષ જાણવા નહીં.' આ પ્રમાણે ઉપદેશવાકવડે સમજાવીને પ્રેરણા કરીને શ્રાવક ભાવવાત્સલ્ય દરરેજ કરે. ૨૨૦. હવે જનસમરાનું અન્ય કૃત્ય કહે છે -- Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005333
Book TitleSharddhdin Krutya Sutra
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1930
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy