________________
( 43 )
hom
હવે વળી ઐહિક આયુષ્મિક અને પ્રકારના ફળને પ્રાપ્ત કરનારના નામ કહે છેઃ
“ અતિસુકુમાળ, વંકચૂળ રાજા અને ઉત્પળમાળા ગણિકા વિગેરેના આ વિષયપર દૃષ્ટાંત જાણવા. ૧૯૪.
અવંતિસુકુમાળનું દૃષ્ટાંત પ્રસિદ્ધ છે, ઉત્પળમાળાનુ અપ્રસિદ્ધ છે અને વંકચૂળનું દૃષ્ટાંત આ પ્રમાણે છેઃ———
ઢીપુરી નામની નગરીમાં વિમળયશ નામે રાજા હતા. તેને પુચ્ળ ને પુષ્પશૂળા નામના પુત્ર પુત્રી હતા. પુષ્પચૂળ સ્વભાવેજ ઉલૂંઠ હાવાથી લોકો તેને વંકચૂળ કહીને ખેલાવતા. તેના ઉદ્ધૃતપણાની મહાજનના કહેવાથી ખબર પડતાં રાજાએ ક્રોધે કરીને તેને નગર બહાર કાઢી મૂકયા. તે મેટા અરણ્યમાં ગયા. તેની બહેન તેમજ તેની સ્ત્રી પણ તેના સ્નેહે કરીને તેની. પાછળ ગઈ. બિલ્લો તેને પેાતાની પલ્લીમાં લઇ ગયા અને તેને પેાતાના રાજ સ્થાપ્યા. એકદા તે સિહગુહા નામની પટ્ટીમાં કાઇ આચાય પધાર્યા. વર્ષાકાળ થવાથી ત્યાં રહેવા માટે તેમણે વંકચૂળ પાસે વસતિની યાચના કરી. વંકચૂળે કહ્યું કે- મારા સીમાડા સુધીમાં તમારે કાઇને ધમ ન કહેવા, ઓનપણે રહેવુ, એમ કબુલ કરો તે રહેવા આપુ. ’ આચાર્યે કહ્યું કે– તે વાત કબુલ છે, પણ અમે રહીએ ત્યાંસુધી તારે જીવવધ ન કરવા,’ વંકચૂળે તે કબુલ કર્યું. સૂરિ ચામાસું રહ્યા. ચામાસાને અંતે સૂરિએ પેાતાને વિહારસમય વંકચૂળને જણાવ્યા. કહ્યું છે કે મુનિને, પક્ષીઓને, ભ્રમરના, ગોકુળના અને શરદઋતુના મેઘના અનિયત વાસજ હોય છે. ”
',
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org