SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૮૮) તે જાણતું નથી.” અભયકુમારે કહ્યું કે તેને પ્રગટ કરીને મેળવી આપીશ.” પછી અભયકુમારે પેસવા નીકળવાના બે દ્વારવાળું એકમંદિર બનાવ્યું અને તે મંદિરમાં કૃતપુણ્યની જેવી લેણુમયી મૂર્તિ બનાવીને યક્ષની મૂર્તિ તરીકે સ્થાપના કરી. પછી નગરમાં પડહ ફેરવ્યું કે આ ચક્ષને નમસ્કાર કરવા માટે શહેરમાં રહેલી તમામ પુત્રવાળી સ્ત્રીઓએ પુત્રને લઈને આવવું.” તે હુકમ સાંભળી સર્વે નગરનારીઓ પિતપતાના પુત્ર સહિત તે ચક્ષને નમવા માટે આવી અને એક દ્વારથી પસી બીજે દ્વારે નીકળી જવા લાગી. એટલામાં પેલી ડેશી ચાર વહુઓ ને ચાર પુસહિત યક્ષને નમવા માટે આવી. કુતપુર્વે તેને જોતાંજ ઓળખીને અભયને કહ્યું. એટલામાં તો પેલા ચાર પુત્ર “બાપા, બાપા” કહીને યક્ષની મૂર્તિ સાથે રમવા લાગ્યા. કેક તેના ખેળામાં બેઠે, કેક મૂછ તાણવા લાગે–એ પ્રમાણે જોઈ “આ કૃતપુણ્યની સ્ત્રીઓ ને પુત્ર છે. એવી ખાત્રી થવાથી અભયકુમારે તેને ઘરે જઈને સ્ત્રી પુત્ર વિગેરે તમામ કૃપુષ્યને અપાવ્યું. અનંગસેના વેશ્યાને પણ બોલાવીને રાખી. એ રીતે કૃતપુણ્યને સાત સ્ત્રીઓ થઈ. . . અન્યદા જગબંધુ શ્રી વીરપરમાત્મા ત્યાં સમવસર્યા. કૃતપુણ્ય તેમને વાંદવા ગયે. પ્રભુની દેશના સાંભળી. પછી તેણે પ્રભુને પૂછયું કે-“હે સ્વામી ! મને કયા કર્મથી આંતરે આંતરે સંપત્તિ ને વિપત્તિની પ્રાપ્તિ થઈ?? જિનેશ્વરે કહ્યું કે હે કૃતપુણ્ય! તારે પૂર્વભવ સાંભળ-શ્રીપુરનગરમાં એક નિર્ધન શેવાળને પુત્ર હતા. એક દિવસ ઘરે ઘરે ખીર રંધાતી સાંભળી તેણે પિતાની માતા પાસે ખીરની માગણી કરી માતા પાસે ખીર કરી દેવાની Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005333
Book TitleSharddhdin Krutya Sutra
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1930
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy