SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૬ ) દિવસ ડોશીએ ચારે વહુઓને કહ્યું કે-‘તમને ચારેને પુત્ર થયા છે, હવે આને આજરાત્રે જ્યાંથી લાવ્યા હતા ત્યાં તેજ સ્થિતિમાં મુકી આવે. પુરૂષનો વિશ્વાસ કરવા નહીં. ’ સ્ત્રીઓને તે વાત અનિષ્ટ લાગી, છતાં ડાશીના ભયથી કબુલ કરી. તેમણે પૂર્વે લાવેલા તેજ પલંગ તૈયાર કરી આજે કૃતપુણ્યને તેની ઉપર શયન કરાવ્યું. પછી રનેહવડે એકેક રત્ન અંદર નાખીને ચાર માદક બનાવી તેને છેડે ખાંધ્યા અને રાત્રે તે નિદ્રાવશ થયેા એટલે ખાટલા સહિત ઉપાડી પ્રથમના દેવકુળમાંજ મૂકી આવી. હવે બાર વર્ષે તેજ દિવસે પ્રથમના સાવાહ આબ્યા અને ત્યાંજ ઉતારા કર્યાં. તે વાત સાંભળીને કૃતપુષ્પની પ્રિયા પેાતાના પતિની ખબર કાઢવા માટે તેજ દેવકુળમાં આવી તે પ્રથમ મૂકી ગઇ હતી તે પ્રમાણે જ તેને ત્યાં પલંગ ઉપર સૂતેલા જોયા. ઘેાડીવારમાં તે જાગ્યા એટલે પેાતાની સ્ત્રી ને પુત્ર સહિત પાસે ઉભેલી દીઠી. કૃતપુણ્ય વિચારવા લાગ્યા કે આ સ્વપ્નની જેવું શું બની ગયું ? મોટા આશ્ચર્યવાળી વાત બની છે. મને દેવે કે મનુષ્યે પાછે અહીં કાણે મૂક્યા ? પણ હવે આ વાત ખેલવા જેવી નથી, મનમાં સમજવાની છે. ’ ત્યારપછી પ્રિયાના વચનથી કૃતપુણ્ય ઘરે આવ્યેા. શ્રીએ પૂછ્યુ કે–‘ પરદેશ જઇને શું કમાઈ આવ્યા ?” કૃતપુણ્ય લજ્જિત થવાથી મૌન રહ્યો. સ્ત્રીએ લુગડે બાંધેલા ચાર લાડવા છેડ્યા. અને તેમાંથી એક લાડવે પુત્રને નીશાળે જતી વખતે ખાવા આપ્યા. તેણે નિશાળે જઇને ખાધે, તેમાંથી એક રત્ન નીકળ્યુ, તે કોઈ કંદોઈએ જળકાંત રત્ન છે એમ જાણી કાંઇક ખાવાનું આપવાવડે તે ખળકને છેતરીને લઈ લીધું અને સંતાડી દીધું. અહીં કૃતપુણ્ય બાકીના ત્રણ મેદ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005333
Book TitleSharddhdin Krutya Sutra
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1930
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy