SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્તર હિંદુસ્તાનમાં જૈન ધર્મ આમ દરેક પદાર્થના લક્ષણવિશેષથી એક વાત સ્પષ્ટ છે કે જ્યાં સુધી જીવ સારાં યા બેટાં કર્મોથી સંપૂર્ણ આત્મશુદ્ધિ દ્વારા અંતિમ છુટકારો ન મેળવે ત્યાંસુધી એક યા બીજી રીતે કર્યો આત્મા સાથે સંકળાયેલાં રહે છે અને તેથી આ જગતમાં કાર્મિક વર્ગણાયુક્ત જીવ અજ્ઞાન, દુઃખ, દરિદ્રતા, વૈભવ આદિદ્વારા બાહ્ય સુખદુઃખ અનુભવે છે. આવી જાતના જીવન વિલક્ષણ પરિભ્રમણને જ સંસાર કહેવામાં આવે છે, તેમાંથી મુક્તિ મેળવવી તે મોક્ષપ્રાપ્તિ યા અંતિમ છુટકારો છે. આમાં જીવને બહારથી કાંઈપણ મેળવવાનું નથી, પરંતુ કાર્મિક બંધનના સપાટામાંથી છૂટી પિતાની સ્વાભાવિક સ્થિતિ જ માત્ર પ્રાપ્ત કરવાની છે.' ટુંકમાં બધાં કર્મબંધનથી આત્માની મુકિત તેજ મોક્ષદશા છે. શુભ યા અશુભ એ બંને પ્રકારનાં કર્મો આત્માને વાદળાંની માફક આવરણ રૂપ છે, જેમ વાદળાં ખસી જવાથી ઝળહળતે સૂર્ય પ્રકાશમાન થાય છે તેમ કમરૂપ આવરણ ખસી જવાથી આત્માના સકળ ગુણો પ્રગટે છે. આમાં એક વસ્તુ બીજીની જગ્યા લે છે એમ નથી, પરંતુ તેમાં વિદ્યકર્તા વસ્તુને નાશ થાય છે. જ્યારે કઈ પક્ષી પાંજરામાંથી છૂટું થાય છે તેનો અર્થ એ નથી કે પક્ષી પાંજરાને બદલે બીજી વસ્તુ ગ્રહણ કરે છે, પરંતુ તેને અર્થ એ તે છે જ કે પરતંત્રતાપ પાંજરાને તે ત્યાગ કરે છે. એજ રીતે આત્મા જ્યારે મોક્ષ પ્રાપ્ત કરે છે ત્યારે બધાં પુણ્ય તથા પાપકર્મોને સર્વથા નાશ કરી કાંઈ નવીન વસ્તુ ગ્રહણ કરતું નથી, પરંતુ આત્મા માત્ર શુદ્ધ આત્મસ્વરૂપને અનુભવ કરે છે. આમ જ્યારે મેક્ષ મળે છે ત્યારે પવિત્ર અને મુક્ત આત્મા ભેતિક શરીર અને તેના અંતરાયથી છૂટી પિતાની સ્વાભાવિક દશા પ્રાપ્ત કરે છે. તાત્પર્ય એ છે કે મુકત આત્મા પિતાની ઉજજ્વલતા, આનંદ, જ્ઞાન અને શકિતસહિત પૂર્ણ રૂપે પ્રકાશે છે. સુખદુઃખની તમામ પરિસ્થિતિના મૂળને આ રીતે સમજ્યા પછી મોક્ષ કેમ મેળવે તે પ્રશ્ન ઉપસ્થિત થાય છે. આંતરબાહ્ય તપશ્ચર્યાથી જીવનના દુઃખમાંથી બહાર નીકળવાનો માર્ગ જેનધર્મ બતાવે છે. નિર્વાણમાર્ગ જિન ભગવાને બતાવ્યું છે. સમ્યગ્દર્શન, સમ્યગ જ્ઞાન અને સમ્યક્ષ્યારિત્ર એ ત્રણ રત્નો દ્વારા મેક્ષ મળી શકે છે. ૨ ઉપલક દષ્ટિએ જુદા જણાતાં બેનાં ત્રિરને બુદ્ધ, નિયમ અને સંઘ એને મળતાં આવે છે. 1. . . . ત્મિનઃ સ્વમવસમવસ્થાન”.-Ibid. . . . સ્વભાવનું સર્ણન –Hemacandra, Yogisastra, Prakasa or chap. xi., v. 61, p. 1, MS., B.0.R.L., No. 1315, of 1886-1892. ''2, સખ્યાનશાનવારિત્રન મામr :-Umasvativacaka, op. cit, chap. i, sat. 1. CJ. Haribhadra, op. cit., v. 53. 3. Barth, op. cit, p. 147. “It is interesting to compare these Three Jewels with the Budhist Tri-Ratna : Buddha, the Law and the Order; and with the Mohammedan Triad: Happiness ( Khera ), Mercy (Mera ), Prayer (Bandagi); and again with the Parsi Trio: Holy Mind, Holy Speech and Holy Deeds."-Stevenson (Mrs), op. cit., p. 247. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005332
Book TitleUttar Hindusthan ma Jain Dharm
Original Sutra AuthorN/A
AuthorChimanlal J Shah, Fulchand Doshi, Chimanlal Dalsukhbhai Shah
PublisherLongmans Green and Compny London
Publication Year1937
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy