SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ મહાવીર અને તેમના સમય ૩૯ આત્માના નિર્મળ પરિણામ અને તે કારણે થતી ક્રિયા એ સંવર. આત્માસાથે એકરૂપ અનેલાં કર્મોને ભાગવી અથવા તપ આદિ ક્રિયાથી તેને આત્માથી જુદાં પાડી કાઢવાં તે નિર્જરા, સર્વ કર્મોથી એકી વખતે આત્માનું છૂટા પડવું તે મેક્ષ. આમ જોતાં જણાય છે કે જૈનધર્મ પ્રમાણે તે દરેક વ્યક્તિ પોતાની સ્થિતિ માટે પાતેજ જવાબદાર છે. “ અજ્ઞાની, દુ:ખી, દયાહીન, ઘાતકી અને નબળા ગમે તેવા હોઈએ તે પણ તેનું કારણુ અનંતકાળ વા જન્મથી આપણે જે અદૃશ્ય પુદ્ગલેાને લેતા રહ્યા છીએ અને જે પુèા આત્માના જ્ઞાન, આનંદ, પ્રેમ, દયા, અને શક્તિ આદિ રાકે છે તે છે અને તેજ આપણને અપકૃત્ય કરવા પ્રેરે છે.’’૧ કર્મરૂપી આ બધાં બંધનોથી પોતાની આધ્યાત્મિક ઉન્નતિ રોકાશે એમ ધારી નિરાશ થવાનું કાંઈ કારણ નથી; જો કે મનુષ્યનાં કર્યાં ઘણું ખરું તેને ઘડે છે, છતાંય તેનામાં સત્કાર્ય માટે અનંત શક્તિ અને વીર્ય છે જેથી વખતાવખત કર્મની અસરથી દબાવા છતાંય કર્મ તે શક્તિને કદી પણ સ્વાધીન કરી શકતું નથી. જૈનશાસ્ત્રો કહે છે કે પૂર્ણ ધાર્મિક જીવન અને તપથી આ બધાં કર્મનો નાશ કરી શકાય છે અને આત્મા તેની સ્વાભાવિક ઉચ્ચ દશા જે મેક્ષ કહેવાય છે તેને પ્રાપ્ત કરી શકે છે. ડૉ મ્હેલર કહે છે કે “ નાતપુત્ત પ્રારબ્ધવાદી હતા તે દેષ પાતાના પ્રતિપક્ષી પક્ષપર અપકીર્તિ ઢોળવાના ઉદ્દેશથી વિધી પક્ષે ઉત્પન્ન કરેલ કલ્પના માત્ર સમજવી જોઈ એ. ”૨ કર્મને ખંખેરી નાંખવા અથવા તેને ક્ષય કરવા તે નિર્જરા અને સર્વ કર્મના સર્વથા નાશ યા કાર્મિક પુદ્ગલેથી આત્માની સંપૂર્ણ મુક્તિ તે મેક્ષ કહેવાય છે. આત્માના પરિણામમાં ફેરફાર થવાથી, તેને લાગેલાં કર્મો ભાગળ્યાથી અને પરિપાક પહેલાં તપશ્ચર્યાંથી તેની નિર્જરા શકય છે. જ્યારે બધાંય કર્મોના ક્ષય થઈ જાય છે ત્યારે મેાક્ષ યા મુક્તિ મળે છે.જ 1. Warren, op, eit., p. 5. "The natural perfections of the pure soul are sullied by the different kinds of Karma matter. Those who obscure right knowledge of details (Jñāna) are called Jiānāvaraniya; those which obscure right perception (Darsana), as in sleep, are called Darsanavaraniya; those which obscure the bliss-nature of the soul and thus produce pleasure and pain are Vedaniya, and those which obscure the right attitude of the soul towards faith and right conduct, Mohanāya.”—Dasgupta, op.cit., ., pp. 190-191. In addition to these four kinds of Karma there are other four kinds of Karma, which are called Ayush− Kana, Nāya-Karma, Gotra-Karma and Antarāya-Karma, They determine respectively the duration of life, the character of our individuality, the family or the nationality, and the inborn energy which hinders or obstructs the progress or success of the soul. 2. Búhler, op. it,, p. 32. CJ, Jacobi, I.A., ix, pp. 159-160, 3. વૃદ્ધસ્ય મળઃ ફાટો યસ્તુ સા નિર્ઝરા મતા । પ્રાત્યન્તિો વિયોવસ્તુ તેહવેર્મોક્ષ રચ્યતે —Haribhadra, op. cit., v. 52. 4. विपाकात्तपसा वा कर्मपरिशाटो कर्मात्मसंयोगध्वंसः निर्जरा ; कृत्स्नकर्मक्षयलक्षणो मोक्ष : Umasvātivācaka, Tatkyārtādhigana-Sutra, ( ed. Motilal Ladhaji), p. 7, n, Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org/
SR No.005332
Book TitleUttar Hindusthan ma Jain Dharm
Original Sutra AuthorN/A
AuthorChimanlal J Shah, Fulchand Doshi, Chimanlal Dalsukhbhai Shah
PublisherLongmans Green and Compny London
Publication Year1937
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy