SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬ ઉત્તર હિંદુસ્તાનમાં જૈન ધર્મ આ ઉપદેશ સર્વજ્ઞ, જગતના દ્રષ્ટા, સંપૂર્ણ જ્ઞાની, જિન ભગવાનના શિષ્યા ગણધરાને આપવામાં આન્યા હતા અને તેઓએ આજસુધી ચાલી આવતી ગુરુપરંપરાને વારસામાં આપ્યા. આમ આપણે જૈનધર્મ વિષે જે કાંઈ હવે પછી કહેવાનું છે તે બધાનું મૂળ આ જિન ભગવંતા છે. એમાં શક નથી કે મૂળ સિદ્ધાંતના હિસાબે તેના આધારે બધા પાછળના કાળના છે; પરંતુ મૂળ અને રૂપાંતરને જુદાં પાડવાં તે મુશ્કેલ નથી, કારણ કે શાર્પેન્ટિયરે ખરું કહ્યું છે કે “ મૂળ સિદ્ધાંતાને દઢતાથી વળગી રહેવામાં નાનકડી જૈન કામની પુરાણપ્રિયતા તેનું મજબૂત સાધન થઈ પડી છે.”ૐ અનેક મહાન વિપત્તિઓના ભાગ થવા છતાં જેનેાએ પેાતાનાં શાસ્ત્રો લગભગ અમાધિત જાળવી રાખ્યાં છે. ઈ. સ. પહેલી અને બીજી સદીના સ્મરણ ચિહ્નોમાં તેઓની સત્યતાના પૂરાવા મળી આવે છે. તેથી પણ પહેલાના સમયને અને જૂની બાબતાને વિચાર કરતાં “મહાવીરના પ્રથમ શિષ્ય સુધી અને દંતકથાનુસાર ઈ. સ. પૂર્વ ચેાથી શતાબ્દિના અંતમાં મૌર્ય રાજા ચંદ્રગુપ્તના સમયમાં મળેલી પાટલીપુત્રની મહાસભા સુધી પહેાંચી જાય છે.” બધા ધર્મો તથા સંસ્થાઓમાં અને છે તેમ જૈનધર્મની વિગતા અને વ્યાવહારિક આચારમાં રૂપાંતર થયું હશે તેમ છતાં સિદ્ધાંતા તા જળવાયલા જ રહ્યા છે. ધર્મની વ્યાખ્યા પર આવતાં આપણુને જણાય છે કે દુઃખદર્દ ઓછાં કરવાં, તેનું અસ્તિત્વ સમજાવવું, અને જીવનનું ખરૂં સુખ વધારવું તેજ ધર્મના ઉદ્દેશ છે. હવે જૈનધર્મની વિચારશ્રેણી શી છે અને તે મનુષ્યના આધ્યાત્મિક જીવનની આ મુશ્કેલી અને જરૂરીઆતને પહોંચી વળવાને કયાં સુધી સફલ થયા છે તે આપણે ટુંકમાં જોઇએ. પ્રત્યેક વસ્તુ જે હતી, છે અને થવાની છે તેના જૈનધર્મ જીવ અને અજીવ એમ બે વિભાગ પાડે છે; એ દરેકમાં ઉત્પત્તિ, નાશ અને ધ્રુવત્વ એ ત્રણ ગુણ રહેલા છે. આ એજ ત્રિપદી છે કે જે વડે બ્રાહ્મણધર્મમાંથી આવતા વિદ્વાના તથા પેાતાના ગણધરાના જૈનધર્મ સ્વીકારતાં મહાવીરે સત્કાર કર્યો હતા અને જેને હૃદયમાં ધારણ કરીને ગણધરાએ મારઅંગેાની રચના કરી હતી.પ 1. Beginning from Indrabhūti and ending with Prabhava, Mahavira had altogether eleven Ganadharas. 2. प्रक्रान्तशास्त्रस्य वीरजिनवरेन्द्रापेक्षयाऽर्थतः आत्मागमत्वं तच्छिष्यं तु पचमगणधरं सुधर्म ઋિષ્ય ૨ બંધૂ . . . પરમ્પરામતાં પ્રતિષિવયિષુઃ સૂત્રાત્: . . . આ િ. . .-Jata, Tika, p. 1, 3. Charpentier, C.H.I., i., p. 169. 4. Macdonell, India's Past, p. 71; Jacobi, op. cit, Int., pp. xl-xlii; Ghosal, Drayasangraha, S.BJ., i., pp. 3-4. 5. પાતાનાં ત્રિપવીત્રાપૂર્વાવાળ etc.-Kalpa-Sitya, Subodhika-Tikā, pp. 112118. ફન્દ્રભૂતિઃ त्रिपदीं प्राप्य द्वादशांगीं रचितवान् etc.—Ibid., p. 115. નાતે સંધે જૈવ રૂદ્રમૂતિપ્રવૃતીનાં ત્રિપતી ક્યા રત પ્રમુ:-Hemacandra, Trishashi-Salākā, Parva X, v. 165, p. 70. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005332
Book TitleUttar Hindusthan ma Jain Dharm
Original Sutra AuthorN/A
AuthorChimanlal J Shah, Fulchand Doshi, Chimanlal Dalsukhbhai Shah
PublisherLongmans Green and Compny London
Publication Year1937
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy