SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્તર હિંદુસ્તાનમાં જૈનધર્મ આમ છતાં એ યાદ રાખવું જોઈએ કે બ્રાહ્મણ ગુરુઓ બની જૈન સાધુઓનાં ઉચ્ચપદ ભગવે તેની જેને ના ન હતી; પણ એટલે ભેદ તે જરૂર હતું કે જાતે બ્રાહ્મણ કેવલી બની મેક્ષ પ્રાપ્ત કરી શકે, પરંતુ તે તીર્થકર ન થઈ શકે. દરેકેદરેક આધ્યાત્મિક કાર્યોમાં બ્રાહ્મણેજ મોખરે રહે તેવી તે સમયના લોકોની માન્યતા ભૂંસી નાંખવા માટે પણ કદાચ આ હેઈ શકે. સપ્રમાણ પૂરાવાથી આપણે જાણીએ છીએ કે પહેલાના વખતમાં ધર્મ અને બીજી ધાર્મિક ક્રિયાઓની સર્વસત્તા બ્રાહ્મણો ભેગવતા એવું કશુંય ન હતું. “હલકા કુલના લોકો પોતાના જ્ઞાન અને સગુણથી સાધુસંઘમાં દાખલા થવાનાં અગણિત છાતે મળી આવે છે. ધાર્મિક જ્ઞાનને ઈજારે માત્ર બ્રાહ્મણને ન હતું એટલું જ નહિ પણ તેઓ ઘણીવાર શાસ્ત્રજ્ઞાન મેળવવા માટે ક્ષત્રિય રાજાઓને નમ્ર શિષ્ય તરીકે બહાર આવ્યા છે.” મી. ટીલે જણાવે છે કે “તેઓએ હજીસુધી પિતાની જુદી જાતિ બનાવી ન હતી કારણ કે રાજા અને રાજાના પુત્ર પણ પવિત્ર ગાયક તરીકે પ્રસિદ્ધ હતા અને ધાર્મિક ક્રિયાઓ કરતા હતા, જો કે કેટલાક ઉમરાની માફક તેઓ પણ ઘણુંખરું પુરોહિત રાખતા હતા.”૨ ગમે તેમ હોય તે પણ આપણે જોઈ ગયા તે મુખે પછીના કાળમાં વશીકરણ અને ધાર્મિક ક્રિયાકાંડોના કારણે બ્રાહ્મણે આધ્યાત્મિક ગુરૂઓ અને સમાજના સાચા હિતેષી ગણાવા લાગ્યા હતા. “જેકે જાનાં સૂત્રોમાં બ્રાહ્મણ અગર બ્રાહ્મણ પુત્રને પ્રાસંગિક ઉલ્લેખ મળે છે, તો પણ પછીનાં સૂત્રમાં આ વિષે ઘણુંય આવે છે.” આ કારણે જ બ્રાહ્મણોને તેમની સ્વયંભૂ સર્વોપરિ સત્તાના શિખરેથી ઉતારી પાડવા અને તેમના કેટલાક હક છીનવી લેવા ક્ષત્રિએ અને બીજી જાતિઓ છેડાઈ ગઈ હેવી જોઈએ. મહાવીરના જીવનને આ પ્રસંગ સમજવામાં ડૉ. યાકોબી કંઈક વધારા પડતાં અનુમાનો કરતા લાગે છે. તેઓ એમ ઘટાવે છે કે મહાવીરના પિતા સિદ્ધાર્થને બે પત્નીઓ હતી; એક ક્ષત્રિયાણું ત્રિશલા અને બીજી બ્રાહ્મણી દેવાનંદા. વિશેષ તે માને છે કે મહાવીર મૂળ દેવાનંદાની કૂખે જન્મ્યા હતા, પણ પછીથી તેની માતાના પક્ષ તરફથી રાજ્ય સંબંધી લાભ અને મહત્તા પ્રાપ્ત કરવાના કારણે તેમજ તેના સંબંધીઓને આશ્રય મળવાની લાલચે તે ત્રિશલાના કુખે જગ્યાનું જાહેર થયું હતું. એક મહાન ધર્મવીરના 1. Dutt, op. cit., p. 264. 2. Tiele, op. cit., p. 116. "Previous to the origin of caste, and even in the period when the functions were not yet stereotyped, the king could sacrifice for himself and his subjects unaided.”—Law, N. N., p. cil., p. 41. 3. "They had frequently, however, to encounter grave resistence from the princes; generally, however, they contrived, either by assumption and arrogance or by cunning, to attain their end.”—Tiele, op. cit., p. 121. 4. Ibid., p. 115. 5, C. Jacobi, S.B.E., xxii. Int, p. xxx. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005332
Book TitleUttar Hindusthan ma Jain Dharm
Original Sutra AuthorN/A
AuthorChimanlal J Shah, Fulchand Doshi, Chimanlal Dalsukhbhai Shah
PublisherLongmans Green and Compny London
Publication Year1937
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy